Advertisement
Author: નોબત સમાચાર

બીજા લગ્ન કરનાર નગરના યુવાનનું હૃદયરોગનો હુમલો આવી જતાં મૃત્યુ

અંતિમ સંસ્કાર માટે મૃતદેહ માતા-પિતાને સોંપાયોઃ

જામનગર તા. ૧૯: જામનગરના બચુનગર-વાઘેરવાડામાં કાલે એક યુવાનને હૃદયરોગનો હુમલો આવ્યા પછી તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ યુવાને મુસ્લિમ યુવતી સાથે લગ્ન કર્યા હતા. મૃતદેહ અગ્નિસંસ્કાર માટે લઈ જવો કે દફનાવવા માટે તેનો ગજગ્રાહ ઉભો થયા પછી પોલીસની મધ્યસ્થીથી મામલો થાળે પડ્યો હતો.

જામનગરના ગુલાબનગર વિસ્તારમાં આવેલી સિન્ડીકેટ સોસાયટી નજીક સતવારા વાડી પાસે રહેતા જયેશભાઈ નરશીભાઈ રાઠોડ નામના બેતાલીસ વર્ષના ભરવાડ યુવાન ગઈકાલે વાઘેરવાડા નજીક બચુનગરમાં રહેતા પોતાના બીજા પત્નીના ઘેર હતા ત્યારે તેઓને છાતીમાં દુખાવો ઉપડતા સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં આ યુવાનનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ નિપજ્યાનું જાહેર થતાં શાબીરભાઈ હુસેનભાઈ ગંઢારે પોલીસને જાણ કરી હતી.

વધુમાં જાણવા મળ્યા મુજબ આ યુવાને થોડા સમય પહેલાં એક મુસ્લિમ યુવતી સાથે લગ્ન કર્યા હતા. તે પછી જયેશભાઈ તેણીના ઘેર આવ્યા હતા અને તેમના બીજા પત્ની મક્કા મદીના ગયા હોવાથી જયેશભાઈ તેણીના ઘેર રોકાયા હતા. જ્યાં ગઈકાલે વહેલી સવારે તેઓને હૃદયરોગનો હુમલો આવી ગયો હતો. હોસ્પિટલમાં તેઓનું નિધન થયા પછી મૃતદેહને અગ્નિ સંસ્કાર માટે લઈ જવા કે તેમના મૃતદેહને દફન કરવા લઈ જવો તે માટે ગજગ્રાહ સર્જાયો હતો. તે પછી દોડી આવેલા પોલીસ કાફલાએ બનાવની વિગતની જાણ્યા પછી જયેશભાઈએ બીજા લગ્ન પછી ધર્મ પરિવર્તન ન કર્યું હોય તેઓના માતા, પિતાને મૃતદેહ અગ્નિ સંસ્કાર માટે સોંપ્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh