Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માત્ર કાગળ ઉપર જ કામગીરી થઈ હોવાના કારણે જ વારંવાર વીજ ફોલ્ટ થઈ રહ્યા હોવાના આક્ષેપઃ
ખંભાળિયા તા. ૧૯: ખંભાળિયા-ભાણવડ વિસ્તારમાં તાજેતરમાં વારંવાર વીજ ફોલ્ટ થતાં, લાઈનો બંધ રહેતા તથા ખેડૂતો જાતે રીપેરીંગ કરવા લાગી જતા વીજતંત્રની પોલ ખુલી છે, જે હાલ સમગ્ર પંથકમાં ચર્ચાપાત્ર બની છે.
વીજ વાયરો જુના અને જર્જરિત હોય, તૂટવા, જંપરો બદલવા તથા અનેક ઠેકાણે વીજવાયરોમાં વૃક્ષોની ડાળીઓ પહોંચી જતા વાયરો અથડાતા વીજ ફોલ્ટ થતો હોવાનું બહાર આવ્યું, ત્યારે ખેૂતો પણ ચોંકી ઊઠ્યા કે દર વર્ષે લાખો-કરોડોના ખર્ચે ટીમો દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી થાય જ છે, તો પછી પ્રિ-મોન્સુન કામગીરીમાં જે ક્ષતિઓ નિવારી શકાય તે જો હજુ પણ ઊભી હોય તો પ્રિ-મોન્સુન કામગીરીમાં પ્રત્યેક ફીડરમાં લાખો રૂપિયા ખર્ચ કેમ થયો? કે પછી ભ્રષ્ટાચારનો નવો કીમિયો છે? કે પછી માત્ર કાગળ ઉપર જ કામગીરી થઈ છે?
વીજ તંત્ર દ્વારા ચોમાસામાં તો પાણી ખેડૂતોને મન માગ્યું વરસાદે આપતા ત્યારે પાણીની જરૂર ના હોય, દિવસો સુધી વીજ પુરવઠો ઉપયોગ જ નથી થયો આ તો વરસાદ રહી જતા ખેડૂતોને પાકને પાણી પીવડાવવા જરૂરત થઈ અને તેમાં આ પોલ છતી થઈ. આ બાબતે ખંભાળિયા-ભાણવડ પંથકમાં ભારે ચર્ચા જગાડી છે. પ્રિ-મોન્સુનની કામગીરી અંગે તપાસ કરી કડક કાર્યવાહી કરવાની જરૂર છે.
ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો જાનના જોખમે વીજ ફોલ્ટ દુરસ્ત કરવા લાગ્યા છે
ખંભાળિયા ગ્રામ્ય પંથકમાં વીજતંત્રની ઘોર બેદરકારી
ખંભાળિયા તા. ૧૯: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા-ભાણવડ પંથકમાં સતત વીજ ધાંધિયા પછી ખેડૂતો અને ગ્રામજનોએ લાઈનોના સમારકામ, જંપી બદલવા જેવા કાર્યો કર્યા પછી જાણે ગ્રામજનોને કામગીરીની ફાવટ આવી ગઈ હોય તેમ કેશોદ ફીડરમાં વીજવાયર તૂટતા ગ્રામજનો હેલ્પર દ્વારા પાવર બંધ કરીને જાણે પોલ પર ચડીને રીપેરીંગ કર્યું હતું જેથી વીજ પુરવઠો પૂર્વવત થાય!!
ગ્રામજનોની વીજ પાવર મેળવવા આવી ઉતાવળ ઘાતક નિવડે ને ગંભીર અકસ્માત થાય તેવી શક્યતા છે. તંત્ર દ્વારા લાઈનો બંધ કરવા તથા જાહેરાતો કરીને પાવર બંધ કરવા છતાં તાજેતરમાં ભાણવડમાં વીજપ્રવાહ ચાલુ થતાં એક વીજકર્મી મૃત્યુ પામ્યો હતો ત્યારે આવી રીતે ગમે ત્યારે હેલ્પરની મદદથી પાવર બંધ કરીને ૧૧ કેવીનો વીજપ્રવાહ જેમાંથી નીકળે છે જે જીવલેણ હોય ત્યારે ગમે ત્યારે ખાનગી લોકો થાંભલે ચડીને કામ કરતા થઈ જતા દિન-પ્રતિદિન જોખમી બની રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial