Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યોજનાઓનો લાભ નજીકના સ્થળે ઉપલબ્ધ કરાવવાનો ઉદ્દેશ્ય
ખંભાળીયા તા. ૧૯: રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓ ઘર આંગણે ઉપ્લબ્ધ કરાવવાના હેતુથી રાવલમાં યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમ દરમિયાન પપ જેટલી સરકારી સેવાઓ ઘરઆંગણે ઉપલબ્ધ કરાવાઈ હતી.
રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ તેમજ સરકારી સેવાઓ તેમના નજીકના સ્થળે, તરત પ્રાપ્ત થઈ શકે તેવા ઉમદા આશય સાથે સમગ્ર રાજ્યમાં તા. ૧૭ સપ્ટેમ્બરથી ૩૧ ઓકટોબર સુધી ૧૦ મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમોનો પ્રારંભ થયો છે. આ અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકાની જામરાવલ નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્થાનિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વિવિધ સેવાઓ મેળવી હતી.
નોંધનીય છે કે, સેવા સેતુ કાર્યક્રમમાં સામાન્ય વહીવટ વિભાગ, નાણા વિભાગ, મહેસુલ વિભાગ, શ્રમ અને રોજગાર વિભાગ જેવા વિવિધ વિભાગોની આધાર કાર્ડનું બેંક એકાઉન્ટ સાથે જોડાણ, જનધન યોજના અન્વયે બેંક એકાઉન્ટ ખોલાવવું, પ્રધાનમંત્રી જીવન જયોતિ યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, અટલ પેન્શન યોજના, મિલકત આકરણીનો ઉતારો, વિરષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર, નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર, વિધવા સહાય તેમજ મુખ્યમંત્રીની એપ્રેન્ટીસ યોજનાની અરજીઓનો સ્વીકાર વગેરે જેવી કુલ પપ સેવાઓને સમાવી લેવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial