Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રિ-લિટીગેશન કેસોનો નિકાલ એટલે પ્રિવેન્ટીવ એપ્રોચ
જામનગર તા. ૧૯: શનિવારે નેશનલ લોક અદાલતો તમામ જિલ્લાઓમાં યોજાઈ ગઈ. આ વખતે તે અદાલતોમાં ઘણા બધાં સુખદ અને આનંદદાયક દૃશ્યો પણ સર્જાયા હતાં. જામનગરની અદાલતને શણગારાઈ અને સુખદ સમાધાનો થયા પછી મીઠાઈઓ વહેંચાઈ, તે આપણી સાંસ્કૃતિને અનુરૂપ સમાધાનકારી ન્યાય વ્યવસ્થાનું પ્રતીક છે, અને આ પ્રકારના અભિગમની ચોતરફ પ્રશંસા પણ થઈ રહી છે. ન્યાયવિદે, પક્ષકારો અને વકીલો વચ્ચે જે પ્રકારનો સંવાદસેતુ બંધાયો અને ફટાફટ કેસો ઉકેલાયા, તે ઝડપી ન્યાયની દિશામાં આશાસ્પદ આગેકૂચ છે, અને જો આ જ રીતે આ પ્રકારની ઝુંબેશો ચાલતી રહેશે, તો લાખો પેન્ડીંગ કેસોનો ઉકેલ પણ ઝડપી બનશે અને નવા કેસોનો બોજ (ભરાવો) પણ નહીં વધે.
સામાન્ય રીતે લોક-અદાલતોમાં સમાધાન સંભવ હોય તેવા રનીંગ-પેન્ડીંગ કેસો જ મૂકાતા હોય છે, પરંતુ હવે પ્રિ-લિટીગેશન કેસો અદાલતોમાં મૂકીને અદાલતોમાં નોંધાય, અથવા તેની સુનાવણી થાય, તે પહેલાં જ લોક-અદાલતો દ્વારા તેનો ઉકેલ થઈ જાય, તે અદાલતો પરનું ભારણ વધતું અટકે અને જુના-પડતર કેસોનો સમયોચિત ન્યાય સંભવ બને અને તે દિશામાં હવે નોંધપાત્ર પ્રગતિ થવા લાગી હોય, તેમ નથી લાગતું ?
આ પ્રક્રિયામાં ન્યાયવિદેની ભૂમિકા મહત્ત્વની છે, અને અનેક તારીખો પડ્યા પછી ફેંસલ પર આવેલા કેસો પણ લોક અદાલતોમાં મૂકવાના અભિગમના કારણે સમાધાન કરી નિર્ણય થતાં અપીલો થવાની સંભાવના અટકી જતી હોવાથી અદાલતોમાં મૂકાતા પહેલાના કેસો, અદાલતોમાં મૂકાયેલા તાજેતરના કેસો અને સુનાવણી થયા પછીના એવા તમામ કેસોનો લોક અદાલત દ્વારા ઉકેલ આવતા, તેનો નિકાલ થયા પછી અદાલતો પરનું ભારણ વધતું અટકે છે, તેથી આ અભિગમને વધુ લોકભાગ્ય બનાવીને તાલુકા કક્ષા સુધી લોક અદાલતો દર અઠવાડિયે કે પખવાડીયે નિયમિત યોજાતી રહે, તેવું આયોજન વિચારવા જેવું ખરું....
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial