Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બેડેશ્વરમાં બીમારીથી અજાણ્યા વૃદ્ધનું થયું મૃત્યુઃ
જામનગર તા. ૧૯: જામનગરના બેડેશ્વર વિસ્તારમાં આવેલી ભજીયાની એક દુકાન પાસેથી કોઈ બીમારીના કારણે મૃત્યુ પામેલી હાલતમાં અજાણ્યા વૃદ્ધ મળી આવ્યા છે. પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે. ખંભાળિયાના બારાડી બેરાજા ગામમાં એક ખેડૂતને પાણીની મોટર ચાલુ કરવા જતી વેળાએ વીજ આંચકો લાગતા તેઓનું મૃત્યુ થયું છે.
જામનગરના બેડેશ્વર વિસ્તારમાં આવેલી ભજીયાની એક દુકાન પાસે ગઈકાલે સાંજે સાંઈઠેક વર્ષની વયના લાગતા અજાણ્યા વૃદ્ધ બેભાન જેવી હાલતમાં જોવા મળતા જોડીયા ભંુગાના અબ્દુલ સાલેમામદ સમેજાએ પોલીસને જાણ કરવા ઉપરાંત આ વૃદ્ધને સારવાર માટે ખસેડવાની તજવીજ કરી હતી. આ વૃદ્ધનું કોઈ બીમારીના કારણે મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે. તે વિસ્તારમાં મૃતક રખડતા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી મૃતકની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના બારાડી બેરાજા ગામના મોહનદાસ ભગવાનદાસ મેસવાણીયા નામના પચ્ચાસ વર્ષના પ્રૌઢ ગઈકાલે સવારે ગામની સીમમાં આવેલા પોતાના ખેતરે પાણીની મોટર ચાલુ કરવા ગયા ત્યારે તેઓને કોઈ રીતે જોરદાર વીજ આંચકો લાગ્યો હતો. ફેંકાઈ ગયેલા આ પ્રૌઢનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર આશિષભાઈએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial