Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાજપના રાજમાં ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર વધ્યા છેઃ કોંગ્રેસ
જામનગરમાં અતિ ભારે વરસાદ ૫છી રોડ, રસ્તાની હાલત અત્યંત ખરાબ થઈ જવા પામી છે. ઉપરાંત ભૂગર્ભ ગટરમાં પણ વ્યાપક ભ્રષ્ટાચાર થયા છે. આ મુદ્દે આજે વિપક્ષ-કોંગ્રેસ દ્વારા સ્ટેન્ડીંગ કમિટીની ચેમ્બરની બહાર ધરણાં કરી, સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુંં. ભાજપના રાજમાં ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર, કચરો ઉપાડવામાં ભ્રષ્ટાચાર, રોડમાં ભ્રષ્ટાચાર વિગેરે સૂત્રો લખેલા પોસ્ટરો સાથે આજે કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની ચેમ્બર બહાર ધરણા-પ્રદર્શન કર્યુ હતું અને સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો. શહેરમાં ચો તરફ ખાડાનું સામ્રાજ્ય ફેલાયું છે. એકપણ માર્ગ ચાલવા કે વાહન ચલાવવા માટે યોગ્ય નથી. આ માટે ભ્રષ્ટાચાર જવાબદાર છે. તેઓ આક્ષેપ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં અવ્યો છે. આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, મહાનગરપાલિકાના વિપક્ષના નેતા ધવલ નંદા, કોર્પોરેટરો આનંદ રાઠોડ, જેનબબેન ખફી, કાસમભાઈ જોખીયા ઉપરાંત શિક્ષણ સમિતિના સદસ્ય આનંદ ગોહિલ અને કોંગ્રેસના આગેવાનો - કાર્યકર્તાઓ, નગરજનો વિગેરે જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial