Advertisement
Author: નોબત સમાચાર

અકસ્માતમાં નુકસાન પામેલી મોટરનો ક્લેઈમ ન ચૂકવનાર કંપનીને ફટકાર

બે આસામીએ વીમા કંપની સામે કરી હતી રાવઃ

જામનગર તા. ૧૯: જામનગરના એક આસામીએ અકસ્માતમાં ટોટલ લોસ થઈ ગયેલી મોટર અંગે વીમા કંપની પાસે કલેઈમ રજૂ કરતા વીમા કંપનીએ ક્લેઈમ નકાર્યાે હતો. જયારે એક વીમા કંપનીએ બીજી મોટરનો અકસ્માતનો ક્લેઈમ પણ ચૂકવવાનો ઈન્કાર કર્યાે હતો. બંને કંપની સામે ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. ફોરમે વ્યાજ સાથે વળતર ચૂકવી આપવા બંને વીમા કંપનીને હુકમ કર્યાે છે.

જામનગરના જયેશભાઈ વાલજીભાઈ સોરઠીયા નામના આસામીએ પોતાની મોટર માટે એચડીએફસી એર્ગો જનરલ ઈન્સ્યુરન્સ કંપની પાસેથી વીમો લીધા પછી ખંભાળિયા નજીક ડાયવર્ઝન પાસે તેમની મોટરને અકસ્માત થતાં ખાસ્સુ નુકસાન થયું હતું. ટોટલ લોસ થઈ ગયેલી મોટર અંગે વીમા કંપનીને જાણ કરી ક્લેઈમ મુકાયો હતો.

તે ક્લેઈમ વીમા કંપનીએ રદ્દ કરી નાખતા જયેશભાઈએ ગ્રાહક ફોરમમાં ફરિયાદ નોંધાવી હતી. તે ફરિયાદ ચાલી જતાં ફોરમે રૂ.૭,૦૯,૧૮૬ની રકમ પર નવ ટકા વ્યાજ તેમજ રૂ.૧૦ હજાર ટોઈંગ ચાર્જ, રૂ.ર૭,૭૦૦ પાર્કિંગ ચાર્જ અને ત્રાસ બદલ રૂ.પ હજાર પણ આપવા વીમા કંપનીને હુકમ કર્યાે છે.

જામનગરના કિસાનભાઈ નરશીભાઈ વિરાણી નામના આસામીએ મર્સીડીઝ કંપનીની મોટર ખરીદ્યા પછી આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યુરન્સ કંપની પાસેથી વીમો મેળવ્યો હતો. તે વીમો ચાલુ હતો તે દરમિયાન મોટરને અકસ્માત નડતા તેમાં રૂ.૨૮ લાખ ઉપરાંતનો ખર્ચ હોવાનું એસ્ટીમેન્ટ કાઢવામાં આવ્યું હતું. તેનો ક્લેઈમ વીમા કંપનીએ કેન્સલ કરી નાખતા ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. ફોરમે સર્વેયરના રિપોર્ટ મુજબ રૂ.૧૯,૮૪,૩૬૩ની રકમ તેમજ માનસિક ત્રાસ બદલ રૂ.૧૦ હજાર, ફરિયાદ ખર્ચના રૂ.૧૦ હજાર વ્યાજ સાથે ચૂકવવા વીમા કંપનીને હુકમ કર્યાે છે. બંને ફરિયાદમાં ફરિયાદીઓ તરફથી વકીલ વસંત ગોરી, દીપક નાનાણી, નેહલ સંચાણીયા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh