Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ગોકુલનગર-સમર્પણ માર્ગે ડી.પી. કપાત માટે પાડતોડ

મહાનગરપાલિકા દ્વારા થતી કાર્યવાહીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: જામનગરમાં ગોકુલનગરથી સમર્પણ માર્ગને ૩૦ મીટરની પહોળાઈનો બનાવવા માટે આજે મહાનગરપાલિકા દ્વારા ડી.પી. કપાત અન્વયે પાડતોડ શરૂ કરવામાં આવ્યું છે. ચૂસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ આ કામગીરી ચાલી રહી છે.

જામનગર શહેરમાં ગોકુલનગરથી સમર્પણ હોસ્પિટલવાળો માર્ગ ૩૦ મીટર પહોળાઈનો બનાવવામાં આવનાર છે. આ માર્ગ ઉપરની ર૮ થી ૩૦ જેટલી નાની-મોટી મિલકતોની પાડતોડ, કામગીરી આજે મહાનગર પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે.

આ માટે ચાર જેસીબી, ૩ થી ૪ ટ્રેક્ટર અને એસ્ટેટ શાખાનો ૪૦ નો સ્ટાફ કામે લગાડવામાં આવ્યો છે, અને ઓપરેશન ડીમોલિશન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ પાડતોડ સમયે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh