Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'થિયેટર પીપલ' નું વધુ એક 'અફલાતૂન' પ્રદર્શન
જામનગર તા. ૧૭: તાજેતરમાં ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા રાજકોટમાં યોજાયેલ વર્ષ ૨૦૨૩-૨૪ ની એકાંકી સ્પર્ધામાં જામનગરની થિયેટર પીપલ નાટ્ય સંસ્થાનું નાટક 'અફલાતૂન' પ્રથમ ક્રમે રહૃાું હતું. પ્રાધ્યાપક જ્યોર્તિ વૈદ્ય લિખિત આ નાટકનાં દિગ્દર્શક રોહિત હરીયાણીને શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ એનાયત થયો હતો.
નાટકમાં વ્યંઢળની ભૂમિકા નિભાવનાર યુવા અભિનેતા દર્શક સુરડીયાને શ્રેષ્ઠ અભિનેતા તથા દીકરાની રાહમાં જીવન ટૂંકાવી દેનારનું પાત્ર ભજવનાર યુવા અભિનેત્રી પવિત્રા ખેતીયાને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ એનાયત થયો હતો.
વરિષ્ઠ કલાકાર દેવેન રાઠોડ દ્વારા મંત્રમુગ્ધ કરી દેવાનું પરફોર્મન્સ આપવામાં આવ્યુ હતું. ઉપરાંત કલાકારો સર્વશ્રી અદિતી ત્રિવેદી, જિગર પાલા,સચિન ધામેચા, અંકિતા બાલા, સંજય પરમાર, ધૈર્ય તન્ના, દિપેન પરમાર, સોનલબેન પરમાર તથા હિમત ચાંદ્રાએ ભૂમિકાઓ સુપેરે નિભાવી હતી. નાટકમાં સંગીત પિયૂષ ખખ્ખરનું તથા લાઇટ્સ ડિઝાઇન રોહિત હરીયાણીનાં હતાં.
ઉલ્લેખનીય છે કે ગૌરવ પુરસ્કાર વિજેતા રંગકર્મી વિરલ રાચ્છ સ્થાપિત અને તેમનાં માર્ગદર્શનમાં ચાલતી થિયેટર પીપલ સંસ્થા નાટ્ય ક્ષેત્રે અનેક પુરસ્કારો જીતી ચૂકી છે. ફરી એક વખત સંસ્થાએ વિજયી અને 'અફલાતૂન' પ્રદર્શન કરતા વિરલ રાચ્છ દ્વારા સૌ કલાકારોને અભિનંદન પાઠવાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial