Advertisement
Author: નોબત સમાચાર

રંગમતી રિવર ફ્રન્ટના પ્રોજેક્ટનું ધારાસભ્ય રિવાબાએ કર્યું નિરીક્ષણ

પ્રથમ તબક્કામાં રૂ. ૧રપ કરોડના ખર્ચે નદી ઊંડી-પહોળીનું કામ શરૃઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજાએ ડ્રીમ પ્રોજેક્ટ એવા રંગમતિ નદી પરના પ૦૦ કરોડના રિવરફ્રન્ટ પ્રોજેક્ટનું સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું. પ્રથમ તબક્કામાં ૧રપ કરોડના ખર્ચે રંગમતિ નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી શરૂ કરાઈ છે, ત્યારે ધારાસભ્યએ મનપાના અધિકારીઓની ટીમને જુચનો કર્યા હતાં.

જામનગર શહેરની ઐતિહાસિક રંગમતિ-નાગમતિ નદી પર અંદાજે પ૦૦ કરોડ રૂપિયાના ખર્ચે રિવરફ્રન્ટ બનાવવાનો પ્રોજેક્ટ તૈયાર કરાયો છે. જેના પ્રાથમિક તબક્કાના ભાગરૂપે ૧રપ કરોડના ખર્ચે નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે આ પ્રોજેક્ટનું જેમણે સપનું સેવ્યું હતું તે ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજાએ ગઈકાલે રંગમતિ નદીના પટમાં જઈને સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તેઓએ જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓને સ્થળ પર રિવર ફ્રન્ટને લગતા જરૂરી સૂચનો આપ્યા હતાં. આ વેળાએ જામનગનગર મહાનગરપાલિકાના આસિ. કમિશનર ભાવેશ જાની અને પ્રોજેક્ટ પ્લાનિંગ વિભાગના ડેપ્યુટી ઈજનેર રાજીવ જાની સહિતના અધિકારીઓ તેમજ કેટલાક કોર્પોરેટરો સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતાં.

હાલમાં નદીને ઊંડી ઉતારવાની કામગીરીમાં બે જેસીબી મશીનો લગાડવામાં આવ્યા છે, અને ઊંડી ઉતારવાની કાર્યવાહી યુદ્ધના ધોરણે ચાલુ કરી દેવામાં આવી છે. ચાલુ સપ્તાહ દરમિયાન જ ઉપરોક્ત પ્રોજેક્ટ અંતર્ગત કુલ પંદર હિટાચી મશીનો તેમજ છ જેસીબી મશીનને એકીસાથે કામે લગાડીને પ્રોજેક્ટને ગતિ આપવામાં આવશે, તેમ જણાવ્યું છે.

ધારાસભ્ય રિવાબા જાડેજાના જણાવાયા અનુસાર આ પ્રોજેક્ટથી રંગમતિ નદી કાંઠાના વિસ્તારોમાં પાણી ભરાવાની જે સમસ્યા છે, તેનો ઉકેલ લાવી શકાશે તેમજ વરસાદી પાણીનો સંગ્રહ થશે અને ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા પણ હલ થઈ શકશે.

ઉલ્લેખનિય છે કે, ધારાસભ્ય રિવાબા જાડેજાએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ વ્યક્તિગત રસ લઈને આ પ્રોજેક્ટને મંજુરી મેળવવાના પ્રયાસો કર્યા હતાં, અને તેમાં સફળતા મળી છે, ત્યારે આ રિવર ફ્રન્ટના પ્રોજેક્ટ દરમિયાન રંગમતિ નદી પરના ગેરકાયદેસર દબાણોને દૂર કરીને નદીકાંઠાના વિસ્તારને વિક્સાવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રથમ ચરણમાં ખાસ કરીને નદીને ઊંડી કરવાનો પ્રોજેક્ટ ચાલુ થયો છે, જે ચોમાસા સુધીમાં પૂર્ણ થઈ જાય તે રીતે કામગીરી હાથ ધરવામાં આવશે. જેથી ચોમાસા પહેલા સમગ્ર દબાણ હટાવીને વરસાદી પાણીની સમસ્યામાંથી લોકોને રાહતમળે તે દિશામાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વિધાનસભા વિસ્તારમાં અનેક લોકોને પાણી ભરાવાથી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તેમાંથી છૂટકારો મળે તે માટે મહાનગરપાલિકાની ટીમને સત્વરે કામે લગાડી દેવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh