Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિવિધ જિલ્લાના ૧૦૦ થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધોઃ
જામનગર તા. ૧૭: જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનીયસ ચેસ ક્લબના સંયુક્ત ઉપક્રમે જામનગરમાં સૌ પ્રથમ વખત ઓપન ગુજરાત ચેસ ટુર્નામેન્ટ યોજાઈ હતી. વિવિધ જિલ્લાના ૧૦૦ થી વધુ રમતવીરો ટુર્નામેન્ટમાં સહભાગી થયા હતાં. ક્રિશ તન્ના ચેમ્પિયન બન્યો હતો.
જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનીયસ ચેસ ક્લબના સંયુક્ત ઉપક્રમે જામનગરના આંગણે સૌ પ્રથમ વખત ઓપન ગુજરાત ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું, જેમાં વિવિધ જિલ્લાના ૧૦૦ થી વધુ રમતવીરોએ ભાગ લઈ પોતાનું કૌવત દાખવ્યું હતું.
આ ઓપન ગુજરાત ચેસ ટુર્નામેન્ટમાં ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ સહિતના જિલ્લામાંથી ૧૦૦ થી વધુ રમતવીરોએ ભાગ લીધો હતો. કુલ ૬ રાઉન્ડમાં રમાયેલી આ ટુર્નામેન્ટમાં કેશોદનો ક્રિષ તન્ના ચેમ્પિયન બન્યો હતો. સુરેન્દ્રનગરથી પંકજભાઈ પંચોલી તથા ચીફ આર્બીટર તરીકે જયસિંહ નેગાંધીએ સેવા આપી હતી. કાર્યક્રમના ઈનામ વિતરણ સમારોહમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી તથા કાર્યક્રમના મુખ્ય સ્પોન્સર જાનકી મેટરનીટી એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલના ડો. નિધિબેન કાનાણી તથા ડો. પાર્શભાઈ કાનાણી હસ્તે ખેલાડીઓને રોકડ પુરસ્કાર, શિલ્ડ અને મેડલ એનાયત કરાયા હતાં.
આ કાર્યક્રમમાં અતિથિ તરીકે ડીકેવી કોલેજના પ્રિન્સિપાલ ડો. પરેશ બાણુગણિયા, ડો. કમલેશભાઈ વિસાણી, કમલેશભાઈ શુક્લ, ડો. મેહુલભાઈ બારાઈ, ગિરીશભાઈ અમેથિયા, દયાળજીભાઈ ભારદિયા, કિશોરભાઈ મજીઠિયા, કમલેશભાઈ સંઘાણી, સુરક્ષા સેતુ સોસાયટીના હરેશ રંગપરા, રામજીભાઈ સાખંટ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. સમગ્ર આયોજનને સફળ બનાવવા જામનગર જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી તથા જીનીયસ ચેસ ક્લબના ફાઉન્ડર શ્રીમતી ક્રિષ્નાબેન ઠક્કર તથા વિશાલભાઈ પોપટ દ્વારા જહેમન ઊઠાવાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial