Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક હત્યાના આરોપીના રિમાન્ડ મંજૂરઃ
ખંભાળિયા તા.૧૭ : કલ્યાણપુરના ગાગા ગામમાં થયેલી હત્યાના એક આરોપી તથા ભોપલકા ગામમાં પ્રૌઢની થયેલી હત્યાના ચાર આરોપીને પોલીસે ગણતરીની કલાકોમાં દબોચી લીધા છે.
કલ્યાણપુર તાલુકાના ગાગા ગામમાં રહેતા દેવરાજભાઈ કાનજીભાઈ પરમાર નામના યુવાનને દોઢેક વર્ષ પહેલાં ઉકરડા બાબતે બોલાચાલી થયા પછી રવિવારે વહેલી સવારે તેમના પર જેસીબીના પાવડા વડે ધરમશી ગોરધનભાઈ પરમાર નામના શખ્સે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી.
સારવારમાં ખસેડાયેલા દેવરાજભાઈનું મૃત્યુ નિપજતા આ બનાવ હત્યામાં પલટાઈ ગયો હતો. પોલીસમાં કરાયેલી ફરિયાદના પગલે પોલીસે આરોપી ધરમશી પરમારની ધરપકડ કરી લીધી છે અને રિમાન્ડની માગણી સાથે અદાલતમાં રજૂ કરતા તેના એક દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.
તે ઉપરાંત કલ્યાણપુર તાલુકાના ગાગા ભોપલકા ગામમાં દેવરામભાઈ સોનગરા નામના પ્રૌઢ પર ટપુ મનજી, દેવશી મનજી, દામા મનજી અને મુકેશ દામા રાઠોડે હુમલો કરી લાકડીઓ ફટકારી દેવરામભાઈને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ગુન્હામાં પણ પોલીસે ચારેય આરોપીને દબોચી લીધા છે અને રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરવાની તજવીજ કરી છે. આ કાર્યવાહી એસપી નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ અને ડીવાયએસપી સાગર રાઠોડના વડપણ હેઠળ ઈન્ચાર્જ પીઆઈ યુ.બી. અખેડ તથા સ્ટાફે કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial