Advertisement
Author: નોબત સમાચાર

ભારતીય શેરબજારમાં સતત ચોથા દિવસે તેજીઃ અમેરિકન શેરબજાર ધરાશાયી

સેન્સેક્સમાં ૧૫૫૦ અને નિફ્ટિ ૪૨૦ પોઈન્ટનો ઉછાળોઃ નિફ્ટી પણ મજબૂત

                                                                                                                                                                                                      

મુંબઈ તા. ૧૭: ભારતીય શેરબજારમાં સતત ચોથા દિવસે તેજી જળવાઈ રહી છે. જ્યારે અમેરિકામાં માર્કેટ પછડાતા રોકાણકારોમાં મોટો ઝટકો લાગ્યો છે.

વૈશ્વિક સ્તરે પડકારોની અનિશ્ચિતતાઓ વચ્ચે ભારતીય શેરબજાર મજબૂત ગતિ સાથે આગેકૂચ કરી રહૃાા છે. આજે સેન્સેક્સ અને નિફ્ટીમાં નબળી શરૂઆત બાદ બપોરના સેશનમાં આકર્ષક તેજી જોવા મળી છે. સેન્સેક્સ ૧૫૫૦ પોઈન્ટ ઉછળી ૭૮૩૦૦નું લેવલ ક્રોસ કરવામાં સફળ રહૃાો છે. જ્યારે નિફ્ટી પણ ૨૩૭૮૭ની મજબૂત સાયકોલોજિકલ સપાટી પર પરત ફર્યો છે.

સેન્સેક્સ આજે નજીવા ઘટાડા સાથે ખૂલ્યા બાદ મોર્નિંગ સેશનમાં ૧૩૦૦ પોઈન્ટની વોલેટિલિટી જોવા મળી હતી. બાદમાં ૧૧ વાગ્યાથી માર્કેટમાં સતત સુધારાનો માહોલ જોવા મળ્યો હતો. બપોરના સેશનમાં ૧૦૧૫ પોઈન્ટના ઉછળી ૭૮૦૬૦ની ટોચે પહોંચ્યો હતો. ૧૨.૪૮ વાગ્યે ૧૦૨૭.૯૩ પોઈન્ટના ઉછાળે ટ્રેડ થઈ રહૃાો હતો. આ સાથે રોકાણકારોની મૂડી રૂ.  ૩ લાખ કરોડ વધી હતી. ૧૨.૫૯ વાગ્યા આસપાસ ૧૧૨૮.૭૯ પોઈન્ટ કુદી ૭૮૧૭૩.૦૮ના હાઈ લેવલે ટ્રેડ થઈ રહૃાો હતો.

છેલ્લા સમાચાર મુજબ મળ્યા ત્યારે સેનસેક્સ ૩૦ પોઈન્ટ નજીકના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યો હતો. નિફ્ટીએ પણ આજની શરૂઆત નરમ વલણ સાથે કરી હતી. જે બાદમાં ૨૫૦થી વધુ પોઈન્ટ ઉછળી ૨૩૭૦૦ની અત્યંત મહત્ત્વની સપાટી ક્રોસ કરવામાં સફળ રહૃાો હતો. ૧૨.૪૯ વાગ્યે ૨૯૪.૩૦ પોઈન્ટના ઉછાળે ૨૩૭૩૧.૫૦ પર ટ્રેડ થઈ રહૃાો હતો. નિફ્ટી૫૦માં ટ્રેડેડ ૪૨ શેર ગ્રીન ઝોનમાં જ્યારે ૮ શેર રેડઝોનમાં ટ્રેડ થઈ રહૃાા હતા.

સ્થાનિક સ્તરે પોઝિટિવ ઈકોનોમી આઉટલૂક, આરબીઆઈ દ્વારા વ્યાજના દરોમાં વધુ ૦.૫૦ ટકા ઘટાડાના અહેવાલો અને મજબૂત નાણાકીય સ્થિતિને ધ્યાનમાં લેતાં બેન્કિંગ અને ફાઈનાન્સિયલ શેર્સમાં તેજી વધી છે. બીએસઈ બેન્કેક્સ ૧૨૮૩.૬૨ પોઈન્ટ (૨.૦૭ ટકા) ઉછાળે ટ્રેડ થઈ રહૃાો છે. આઈસીઆઈસીઆઈ બેન્ક, એસબીઆઈ, એચડી-એફસીબેન્ક, એક્સિસ બેન્કના શેરોમાં વોલ્યૂમ વધતાં બેન્કેક્સ આજે ૬૨૦૭૬.૮૫ ની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો છે. ટેલિકોમ શેર્સમાં પણ ખરીદી વધી છે. બીએસઈ ખાતે ટેલિકોમ ઈન્ડેક્સ ૨.૩૫ ટકા ઉછાળે ટ્રેડ થઈ રહૃાો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh