Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હિંમતનગરથી માતાજીના મઢે દર્શન કરવા જઈ રહ્યા હતા
પાટણ તા. ૧૭: પાટણના સમી-રાધનપુર હાઈવે પર બસ અને રિક્ષા વચ્ચે ગોઝારો અકસ્માત થતા છના કરૂણ મૃત્યુ થયા છે.
સમી-રાધનપુર હાઈવે પર અવારનવાર અકસ્માતના બનાવો બનતા હોય છે, ત્યારે આજે સમી-રાધનપુર હાઈવે પર એસ.ટી. બસ અને રિક્ષા વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. હિંમતનગરથી માતાના મઢે જતી રિક્ષાને બસે ટક્કર મારતા રિક્ષામાં સવાર તમામ છ લોકોના મૃત્યુ નિપજ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતાં અને પોલીસને જાણ કરી હતી, અને સ્થાનિક પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર આજે વહેલી સવારે હિંમતનગરથી માતાના મઢે દર્શન કરવા રિક્ષામાં જઈ રહેલા શ્રદ્ધાળુને સમી-રાધનપુર હાઈવે પર અકસ્માત નડ્યો હતો. સમી નજીક આવેલી હોટલ પાસે બસે રિક્ષાને અડફેટે લેતા રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને રિક્ષામાં સવાર તમામ ૬ શ્રદ્ધાળુઓના કરૂણ મૃત્યુ નિપજ્યા હતાં. અકસ્માતના પગલે હાઈવે મરણચીસોની કિકિયારીથી ગૂંજી ઊઠ્યો હતો.
એસટીની અડફેટે આવેલી રિક્ષાનો ભુક્કો બોલી ગયો હતો. તેમજ મૃતકોનાં શરીર એકબીજાને ચોંટી ગયાં હતાં. રુવાંટાં ઊભાં કરી દેતાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. બીજી તરફ અકસ્માતને પગલે હાઈવે પર લોકોનાં ટોળેટોળાં એકત્ર થયાં છે. તેમજ રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર પણ ઘટના સ્થળે પહોંચ્યા છે.
ધારાસભ્ય લવીંગજી ઠાકોરે જણાવ્યું કે, આજે ભયંકર અકસ્માતની ઘટના બની છે. એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં વાદી વસાહતના ૬ લોકોના મોત થયા છે. ૧૦૮ને બોલાવવામાં આવી છે. લાશોને બહાર કાઢવા માટે ક્રેઈનને પણ બોલાવવામાં આવી છે. મૃતકો રાધનપુરના વાદી વસાહતના રહેવાસી હતા. મૃતકોના પરિવારને સહાય અપાવવા માટે હું સરકારને રજૂઆત કરીશ. મૃતકોના પરિવારોને ૪-૪ લાખ રૂપિયા સીએમ ફંડમાંથી આપવામાં આવે તેવો હું પ્રયાસ કરીશ. આ તમામ મૃતકો તેમના ઘરે જઈ રહૃાા હતા. આ એક કરૂણ ઘટના છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial