Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાણવડમાં રામનવમી પર્વની ઉજવણીઃ
ભાણવડ તા. ૧૭: ભાણવડમાં રામનવમી પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા શોભાયાત્રા યોજવામાં આવી હતી. જયારે લોહાણા સમાજ દ્વારા સમૂહ જ્ઞાતિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભાણવડના રઘુનાથજી મંદિરમાં ભગવાન શ્રી રામચંદ્રની આરતી પછી પ્રસાદ વિતરણ કરાયું હતું. સાંજે રણજીતપરાના આશાપુરા માતાજી મંદિરેથી ભગવાન રામની વિરાટ શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે શહેરના મુખ્ય માર્ગો પર બેન્ડ વાજા અને રામભકતોના નાચ-ગાન સાથે પરિભ્રમણ કરીને ભીડભંજન મંદિરે પૂર્ણ થઈ હતી. શોભાયાત્રા દરખાન મુસ્લિમ સમાજના નગરસેવક ઉમરભાઈ સમા દ્વારા ઠંડા સરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું. શોભાયાત્રાને સફળ બનાવવા જુવાનસિંહ જાડેજા, પંકજભાઈ પટેલ, વિમલભાઈ પાડલીયા, પંકજભાઈ દવે, ધવલ કોટેચા, ભાવિક પતાણી, વિજય જોશી, નિમિશ ઘેલાણી વગેરેએ જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial