Advertisement
Author: નોબત સમાચાર

પ્રિ-મોન્સુન કામગીરી સહિત જિલ્લાના વિકાસકામો માટે સકારાત્મક અભિગમ અપનાવોઃ રાઘવજી પટેલ

કેબિનેટમંત્રીએ જામનગરમાં સમીક્ષા બેઠક દરમિયાન તંત્રને કરી તાકીદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા.૧૭: કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લા કલેકટર કચેરીમાં વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. અને લોકોની રજૂઆતો બાબતે ચર્ચા કરી જિલ્લાના સર્વાંગી વિકાસને અનુલક્ષીને સકારાત્મક દિશામાં કામગીરી પૂર્ણ કરવા તંત્રોને તાકીદ કરી હતી.

રાજ્યના કૃષિ, પશુપાલન ગૌસંવર્ધન, વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લા કલેકટર કચેરીમાં કલેકટર કેતન ઠકકરની ઉપસ્થિતિમાં વિવિધ વિભાગના અધિકારીઓ સાથે જામનગર જિલ્લાના વિકાસ અને લોકોના પ્રશ્નો સંદર્ભે સમીક્ષા બેઠક યોજી હતી.

આ બેઠકમાં જામનગર મહાનગર પાલિકા તથા વિવિધ વિભાગો જેમાં ડી.આઈ.એલ.આર., ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, પીજીવીસીએલ, સિંચાઈ વિભાગ, ક્ષાર અંકુશ વિભાગ, આયોજન વિભાગ, જામનગર શહેરી વિકાસ સત્તામંડળ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારીઓ સાથે વિવિધ મુદ્દાઓ પર તથા લોકો દ્વારા આવેલી રજુઆતો સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી.

જેમાં, ડી.આઈ.એલ.આર.કચેરીની બાકી અરજીઓની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા તથા જે ગામડાઓમાં જમીન માપણીની વધુ અરજીઓ છે ત્યાં કેમ્પનું આયોજન કરવા મંત્રીશ્રીએ જણાવ્યું હતું. ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને રહેણાંક વિસ્તારોમાં નિયમિતપણે પીવાનું પાણી પૂરું પાડવા તેમજ પીવાના પાણીની પાઇપલાઈનના કામો, પાણીના સંપ બનાવવાના કામોને અગ્રતા આપવા તેમજ લોકોની રજૂઆતોનું ત્વરિત નિરાકરણ લાવવા બાબતે મંત્રીએ સુચન કર્યું હતું. જામનગર મહાનગર પાલિકા વિસ્તારમાં શાળાઓમાં વિદ્યાર્થીઓને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે પકારે આયોજન હાથ ધરવું તથા નવા ભળેલા વિસ્તારોમાં પીવાના પાણીની પાઇપ લાઈનનું કામ, સોસાયટીઓમાં રોડ-રસ્તા, ગટર, સ્ટ્રીટલાઈટના પોલ નાખવાની કામગીરી, કચરાનો યોગ્ય નિકાલ કરવાના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

પીજીવીસીએલના પ્રશ્નો જેમાં વીજ વાયરો બદલવાની કામગીરી, જે જગ્યાઓ પર લો વોલ્ટેજનો પ્રશ્ન હોય તેનું નિરાકરણ લાવવા, ફીડરોનું મેન્ટેનન્સ, ખેતરોમાં દિવસે વીજળી આપવી, લોકોને નડતરરૂપ વીજપોલનું સ્થળાંતર કરવું, વાડી વિસ્તારોમાં નિયમિતપણે વીજ સપ્લાય આપવાની લોકોની રજુઆતોનો નિકાલ લાવવા અંગે મંત્રીએ લગત અધિકારીઓને જણાવ્યું હતું. પ્રિ-મોન્સુન કામગીરીના ભાગરૂપે સિંચાઈ વિભાગને આગોતરું આયોજન હાથ ધરવા તેમજ તળાવો, ચેકડેમોનું રીપેરીંગ કરવા, પૂર સંરક્ષણ દીવાલો બનાવવા, સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવોને ઊંડા ઉતારવાની કામગીરી કરવા તથા ક્ષાર અંકુશ વિભાગને લગત જમીન સંપાદનના કામો, રોડ-રસ્તાઓના કામો, કેનાલની સફાઈના કામોને પ્રાધાન્ય આપવા મંત્રીએ ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠકમાં કલેકટર કેતન ઠક્કરે ઉપસ્થિત અધિકારીઓને પડતર અરજીઓ અને રજૂઆતોનો નિકાલ કરી સકારાત્મક અને સમયાંતરે કામગીરી પૂર્ણ થાય તે દિશામાં કામ કરવા સૂચન કર્યું હતું.

આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, સેટલમેન્ટ કમિશનર કચેરીના એડીશનલ કમિશનર એચ.એમ.જાડેજા, નિવાસી અધિક કલેક્ટર બી.એન.ખેર, નાયબ મ્યુનીસીપલ કમિશનર ડી.એન.ઝાલા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ, પ્રાંત અધિકારીઓ તથા વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh