Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૭: ચાંદીબજારમાં સોના-ચાંદીના, જ્વેલર્સના શોરૂમ આવેલા છે, લોકો ખરીદી અર્થે આવતા હોય ત્યારે દેખિતી રીતે જ પોતાના ટુ-વ્હીલર પણ ત્યાં જ પાર્ક કરે છે. આવા સંજોગોમાં પહેલા આવેલા લોકો પોતાના ટુ-વ્હીલર રાખે ત્યારબાદ આવેલા લોકો આગળ રાખેલા ટુ-વ્હીલરની પાછળ પોતાનું વાહન રાખવાના, આ રીતે પહેલી, બીજી, ત્રીજી હરોળ થઈ જાય છે.
હવે બીજી હરોળમાં રાખેલ વાહનવાળાને પોતાનું વાહન બહાર કાઢવું હોય ત્યારે તે ત્રીજી હરોળમાં રહેલા વાહનને થોડું આઘું-પાછું કરીને કે પાછળ ખસેડીને પોતાનું વાહન બહાર કાઢી અને ત્રીજી હરોળના વાહનને એમનેએમ રાખી દઈને ચાલ્યો જાય, પોતાનો સ્વાર્થ પૂરો થયો એટલે ખસેડેલા વાહનને યથાવત સ્થિતિમાં રાખવાને બદલે ક્યારેક થોડુંક પીળા રંગના પટ્ટાની બહાર રાખી દે છે.
ટોઈંગ કરવાવાળા નીકળે ત્યારે તેઓને તો પીળા રંગના પટ્ટાની બહાર દેખાતા વાહનને ટોઈંગ કરી સીધા જ શરૂસેકશન હેડક્વાર્ટરમાં લઈ જાય છે. અહીં કર્મનો સિદ્ધાંત લાગુ પડતો ન હોવાથી ટોઈંગ થઈ ગયેલા ટુ-વ્હીલર ધારક હાંફળો-ફાંફળો થઈ જાય છે અને જાણ થતા જ રિક્ષા કરી અથવા અન્ય બીજી વ્યક્તિ સાથે વાહન છોડાવવા હેડ ક્વાર્ટર જાય છે. રાત્રે ટોઈંગ થયેલું વાહન નિયમ મુજબ બીજા દિવસે લગભગ અગિયાર વાગ્યે રૂપિયા પાંચસોનો ચાંદલો કર્યા પછી જ મળે છે...!
હેડક્વાર્ટરમાં વાહન ધારક એવી દલીલ કરે કે તેણે રાખેલું વાહન પીળા રંગના પટ્ટાની અંદર હતું તો પણ ટોઈંગ કરવાવાળા તેની દલીલ માન્ય રાખશે નહીં. આથી જો વાહન ધારકે પોતાના મોબાઈલમાં વિડીયો શૂટીંગ કરેલ હોય તો પુરાવા તરીકે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં કામ લાગે. બીજી વાત એ કે ટોઈંગ કરવાવાળાની ડ્યુટી રાતના કેટલા વાગ્યા સુધીની હોય છે...? કે પછી ટાર્ગેટ પૂરો થયો ન હોય એટલે મન પડે એટલા વાગ્યા સુધી ટોઈંગ કરવા નીકળી પડવાનું...?
ચાંદીબજાર અને બીજા અમુક વિસ્તારોમાં વાહન પાર્કિંગ કરવાની સમસ્યા માથાના દુઃખાવા જેવી છે..! તો તેનું નિરાકરણ કરવાનું સત્તાવાળાઓ કેમ વિચારતા નથી તેવો પ્રશ્ન રીટેલ વેપારી મહામંડળ, જામનગરના પ્રમુખ શશિકાન્ત મશરૂએ ઉઠાવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial