Advertisement
Author: નોબત સમાચાર

''જામનગર રત્ન શિક્ષણ પ્રતિભા''થી બે શિક્ષકનું સન્માન

ધારાસભ્ય તથા મહાનુભાવોના હસ્તે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: જામનગરના બે શિક્ષકોનુ 'જામનગર રત્ન' શિક્ષણ પ્રતિભા સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ઓખા શિક્ષક ડો. કમલેશ વિસાણી અને કમલેશ શુકલને 'જામનગર રત્ન' શિક્ષણ પ્રતિભા સન્માનિત કરવામાં આવ્યા હતા.

ગુજરાત રાજ્ય સેવા સમિતિ જીનીયસ કલબ, જામનગર દ્વારા તા. ૧૪-૪-૨૦૨૫ના સાંજે એમ.પી. શાહ કોલેજમાં આવેલ તન્ના હોલમાં ઓપન ગુજરાત ચેસ ટુર્નામેન્ટના વિજેતાઓનું ઇનામ વિતરણ, રામાયણના પાત્રોની વેશભૂષા અને  ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક વિજેતા ડો. કમલેશ વિસાણી અને કમલેશ શુકલને 'જામનગર રત્ન' શિક્ષણ પ્રતિભા સન્માનપત્ર, શાલ અને પાઘડી ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

જામનગરના બંને સન્માનિત શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી તથા ડીકેવી કોલેજના પ્રિન્સીપાલ ડો. પરેશભાઈ બાણુગરિયાના હસ્તે કરવામાં આવેલ હતું. માત્ર ૨ શિક્ષકોનું 'જામનગર રત્ન' શિક્ષણ પ્રતિભાસન્માન કરવામાં આવ્યું હતું.

ડો. કમલેશ વિસાણી ૩૩ વર્ષ સુધી દ્વારકા તાલુકામાં આવેલા ઓખા ગામની હાઈસ્કૂલમાં ૩૩ વર્ષ સેવા બજાવી ૨૦૧૨માં નિવૃત થયા હતા. તેમના દ્વારા વિવિધ વિષય પરના ૬ પુસ્તકો પ્રકાશિત કરવામાં આવ્યા છે. ડો. કમલેશ વિસાણીને ૨૦૧૬માં રાજયપાલ અને શિક્ષણમંત્રીના હસ્તે બેસ્ટ ટીચર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ૧૯૯૦માં પીએચ.ડી.ની પદવી મેળવ્યા બદલ દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત ઓખા ગામના વિવિધ સેવાકીય સંસ્થા, સંગઠનો દ્વારા સન્માનપત્ર, જાહેરમંચ પર સન્માન કરવામાં આવ્યા છે. ડો. કમલેશ વિસાણીનો મુખ્ય વિષય ગુજરાતી છે. વર્ગખંડમાં કાયમ તેમની અનોખી હાસ્ય શૈલીમાં રમુજ સાથે અભ્યાસ કરતા હોવાથી વિધાર્થીઓ વર્ષો સુધી તેમના અનોખા અંદાજને યાદ કરે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh