Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આંતર રાષ્ટ્રીય સહકારી વર્ષની ઉજવણીના ભાગરૂપે
જામનગર તા. ૧૭: આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષની ઉજવણીના ભાગરૂપે જામનગર જિલ્લા સહકારી સંઘની સહકારી શિક્ષણ યોજના અન્વયે જામનગર જિલ્લા સહકારી સંઘે તાજેતરમાં શ્રી સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લિ.ના હોલમાં સંઘના પ્રમુખ જયંતભાઈ સી. વિરાણીના અધ્યક્ષસ્થાને નાગરિક સહકારી બેન્કોના મેનેજરો અને ઓફિસરો માટે બર્ડ આઈ વ્યુ ઓફ આર.બી.આઈ. લેટેસ્ટ સરકયુલર વિષય ઉપર એક સેમિનાર યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમના પ્રમુખ અને સંઘના ચેરમેન જયંતભાઈ સી. વિરાણી (જે.સી. વિરાણી)એ ઉપસ્થિત તાલીમાર્થીઓ, મહેમાનો તેમજ નિષ્ણાંત પ્રવચનકાર ગોપાલભાઈ ધકાણનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે, યુનાઈટેડ નેશન્સ દ્વારા ૨૦૨૫ના વર્ષને આંતર રાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે તેના ભાગરૂપે જિલ્લા સંઘ દ્વારા જુદા-જુદા સહકારી સેમિનારો/સંમેલનો દ્વારા તેની ઉજવણી કરવામાં આવે છે. વધુમાં તેઓએ જિલ્લા સહકારી સંઘની વિવિધ કામગીરી વિશે માહિતી આપી ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કર્યુ હતું.
આ સેમિનારમાં વિષય નિષ્ણાંત તરીકે ઉપસ્થિત ગોપાલભાઈ ધકાણે રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાના લેટેસ્ટ સરકયુલરો વિશે ઉંડાણપૂર્વક માહિતી આપેલ અને નાગરિક બેન્કોને લગતા વિવિધ પ્રશ્નોનું નિરાકરણ કર્યુ હતું.
અત્રે ઉલ્લેખનિય છે કે, ગોપાલભાઈ ધકાણ કે જેઓ ઘણી બધી નાગરિક સહકારી બેન્કો, રાજય કક્ષાના તેમજ રાષ્ટ્રીય કક્ષાના ફેડરેશનોના સલાહકાર છે અને બેન્કોના કર્મચારીઓ, કમિટી સભ્યો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ટ્રેઈનિંગ પણ આપે છે. તેઓએ સતત બે કલાક સુધી જુદા- જુદા સરકયુલરો અને બેન્કીંગને લગતા પ્રશ્નો ઉપર પ્રવચન/માર્ગદર્શન આપ્યુ હતું.
ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા દર વર્ષે જુદા-જુદા પ્રકારની સહકારી સંસ્થાઓ માટે શિલ્ડ અને પ્રમાણપત્ર હરિફાઈ યોજવામાં આવે છે. જેના ભાગરૂપે ગત વર્ષે સારૂ કામ કરનાર નાગરિક સહકારી બેન્કોની હરીફાઈમાં વિજેતા થયેલ ધી કોમર્શીયલ કો-ઓપરેટીવ બેન્ક લિ. જામનગરને આ સેમિનારમાં સંઘના ચેરમેન જે.સી. વિરાણીના હસ્તે શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરી, બેન્કના મેનેજરનું સન્માન કરવામાં આવ્યુ હતું.
આ સેમિનારમાં આભારવિધિ જામનગર જિલ્લા સહકારી સંઘના માનદમંત્રી, સહકાર ભારતીના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ તેમજ સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટીના ડાયરેકટર વશરામભાઈ ચોવટીયાએ કરી હતી. સેમિનારમાં ધી રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ.ની જામનગર શાખાના ડાયરેકટર તેમજ જાણીતા રાજકીય આગેવાન હસમુખભાઈ હિન્ડોચા, સંઘના ઉપપ્રમુખ પૃથ્વીરાજ એ. ચૌહાણ, ડાયરેકટર તેજુભા બી. જાડેજા તેમજ જામનગરમાં આવેલ દરેક નાગરિક સહકારી બેન્કોના મેનેજરો, ઓફિસરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનાર અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા સહકારી સંઘના એકિઝકયુટીવ ઓફિસર પ્રજ્ઞેશભાઈ નાકરાણીએ કર્યુ હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial