Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મજુર મહાજન સંઘ દ્વારા
જામનગર તા. ૫: જામનગરના મજુર મહાજન સંઘ દ્વારા એસ.ટી.ના નિવૃત્ત કર્મચારીઓ, કન્ડકટર, ડ્રાઈવર, ટ્રાફીક સ્ટાફ, ચેકીંગ સ્ટાફ, હેલ્પર, મિકેનીક સ્ટાફ તથા વહીવટી સ્ટાફના લાંબા સમયથી પડતર પ્રશ્નોના ઉકેલ માટે એસ.ટી. વિભાગીય નિયામકને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી.
એસ.ટી.ની બસમાં અંધજન, દિવ્યાંગ, સ્વતંત્ર સેનાનીઓ કે તેમની વિધવા પત્નીઓ, પ્રેસ પત્રકારો, ધારાસભ્યો, સંસદસભ્યો, રાજ્ય પારિતોષિક શિક્ષકો કે નિગમની બસમાં મફત મુસાફરી કરે છે. ત્યારે નિગમની સેવાની પ્રશંસા કરવાને બદલે મફત મુસાફરી કરતાં તેમને પડેલ અગવડતાઓ બાબતે નિગમને કામદાર વિરૂદ્ધ ફરિયાદો પણ કરે છે અને ડ્રાઈવર-કન્ડકટર સામે પગલાં લેવાયેલાના દાખલા પણ છે. જ્યારે જીવંતપર્યંત નિગમના હિતમાં કામ કરી રાજ્ય અને દેશની સેવામાં જીવન સમર્પણ કરેલ હોય તેવા વયમર્યાદાને કારણે નિવૃત્ત થયેલ કર્મચારી જ્યારે કોઈ પ્રસંગ જેવા કે, હોસ્પિટલની સારવાર અને નિગમમાં પોતાના નિષ્ફળ નાણાં કે નિગમ સાથેના પોતાના પ્રશ્નો માટે વિભાગીય કચેરી-મધ્યસ્થ કચેરીએ આવવા-જવાનું થતું હોય છે. તેવા પ્રસંગે તેઓની સામે દંડનીય કાર્યવાહી કરવી તે કુદરતી ન્યાયના સિદ્ધાંત વિરૂદ્ધ છે. અને અમાનવીય છે. આવેદનપત્ર સુપરત કરતી વેળાએ મજુર મહાજન સંઘ, જામનગરના જનરલ સેક્રેટરી, પંકજભાઈ જોશી તેમજ, નરશીભાઈ દાઉદીયા તથા અન્ય સભ્યો જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial