Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આંકડા તથા શબ્દોમાં લખાયેલી રકમમાં હતો ફરકઃ
જામનગર તા. ૫: જામનગરના એક આસામી સામે તેના જ મિત્રએ ચેક પરતની ફરિયાદ અદાલતમાં નોંધાવી હતી. તે કેસમાં અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.
જામનગરમાં રહેતા ઈકબાલ કાસમભાઈ ગાધ ૫ાસેથી તેમનો મિત્ર જાબીર રહેમાન ચૌહાણે હાથઉછીની રકમ મેળવી તેની પરત ચૂકવણી માટે ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફરતા ઈકબાલભાઈએ નોટીસ પાઠવ્યા પછી કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી.
તે કેસ ચાલવા પર આવતા ફરિયાદ પક્ષે આરોપીને ચેકથી બમણી રકમનો દંડ ફટકારવા તથા બે વર્ષની કેદની સજા આપવા દલીલો કરી હતી તેની સામે આરોપી પક્ષે દલીલ કરી હતી કે, તે ચેકમાં શબ્દ અને આંકડામાં રકમ અલગ અલગ લખેલી હોવાથી ચેક પરત ફર્યાે છે. તેમજ ફરિયાદીએ તેમાં એકની જગ્યાએ બે લાગ્યા છે અને તેને ઘૂટ્યું છે. બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી અદાલતે આરોપી જાબીર રહેમાન ચૌહાણનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ રાજેશ ગોસાઈ, વિશાલ જાની, એચ.આર. ગોહિલ, રજનીકાંત નાખવા, નિતેશ મુછડીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial