Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોકોના ઘરમાં પાણી ભરાઈ જતા ઘરવખરીને નુકસાન
જામનગર તા. પઃ જામનગરમાં દોઢેક માસ પહેલા થયેલા ભારે વરસાદથી અનેક લોકોની ઘરવખરીને નુકસાન થયું હતું. જેમણે સહાય માટે ફોર્મ ભર્યા હતાં છતાં સહાયની નહીં મળતા આજે અસરગ્રસ્તો સાથે સ્થાનિક કોર્પોરેટર દ્વારા નાયબ કલેક્ટરની ચેમ્બર પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
જામનગરમાં વરસેલા ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં અને લોકોના ઘરમાં પાણી ભરાયા હતાં, અને લોકોની ઘરવખરીને વ્યાપક નુકસાન થયું હતું.
આ પછી સરકારે નુકસાનીનું વળતર ચૂકવવા માટેની જાહેરાત કરી હતી. આ માટેના ફોર્મ પણ ભરવામાં આવ્યા હતાં. પરંતુ વોર્ડ નંબર ૪ માં અનેક અરજદારોના ફોર્મ સરકારી કચેરીમાંથી ખોવાઈ ગયા છે. આથી તેઓ વળતર મેળવવાથી વંચિત રહ્યાં છે. આ મુદ્દે સ્થાનિક કોંગ્રેસી કોર્પોરેટર રચનાબેન નંદાણીયા સતત લોક પ્રશ્નોને વાચા આપી રહ્યાં છે, આજે પણ તેઓ સંખ્યાબંધ અસરગ્રસ્તો સાથે જામનગર શહેર એસ.ડી.એમ. કચેરીમાં રજૂઆત માટે પહોંચ્યા હતાં અને ઉગ્ર રજૂઆતો કરી અસરગ્રસ્તોને સત્વરે વળતર મળે તેવી માંગણી અને રજૂઆતો કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial