Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસ દોડીઃ ધમકીભર્યો ઈમેલ મળતા સઘન તપાસઃ ફરિયાદ નોંધાઈ
વડોદરા તા. પઃ વડોદરા એરપોર્ટને બોમ્બથી ઊડાવી દેવાની ધમકી ઈ-મેઈલ દ્વારા મળ્યા પછી પોલીસે ફરિયાદ નોંધી ઊંડી તપાસ હાથ ધરી છે, જો કે હજુ સુધી કાંઈ વાંધાજનક મળ્યું નથી.
વડોદરા એરપોર્ટને બોમ્બથી ઊડાવી દેવાની સીઆઈએસએફના ઈ-મેઈલ આઈડી પર આ ધમકી મળી હતી. જે અંગે સીઆઈએસએફના અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે તપાસ કરતા કંઈ વાંધાજનક મળી આવ્યું નથી, પરંતુ પોલીસ અને ડોગ સ્ક્વોડની ટીમ વધુ તપાસ કરી રહી છે.
પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ વડોદરામાં આવેલા હરણી એરપોર્ટ પર સીઆઈએસએફના ઈ-મેઈલ પર એક અજાણ્યા વ્યક્તિએ ઈ-મેઈલ કર્યો હતો અને તે ઈ-મેઈલમાં લખ્યું હતું કે, એરકોર્ટને બોમ્બથી ઊડાવી દેવામાં આવશે. જેને લઈ પોલીસની એજન્સીઓ દોડતી થઈ હતી. હાલ આ મેઈલ ક્યા રાજ્યમાંથી કરવામાં આવ્યો છે તેની કોઈ માહિતી સામે આવી નથી. ઘટનાની જાણ થતાની સાથે જ બોમ્બ અને ડોગ સ્ક્વોર્ડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ કરી હતી, પરંતુ કંઈ વાંધાનજક મળ્યું નથી.
આ બનાવ અંગે હરણી એરપોર્ટમાં સીઆઈએસએફ યુનિટ એએસજીમાં ફરજ બજાવતા પ્રદીપકુમાર ડી. રામે હરણી પોલીસ સ્ટેશનમાં ગઈકાલે આ ફરિયાદ નોંધાવવામાં આવી છે અને સવારના ૧૧ કલાકે મેઈલ કરવામાં આવ્યો છે. તેની માહિતી સામે આવી છે. હાલમાં સાયબર ક્રાઈમ પોલીસ પણ આ મેઈલને લઈ વધુ તપાસ કરી રહી છે. પોલીસને આશા છે કે ટૂંક સમયમાં આરોપીને ઝડપી લેવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial