Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા શહેરમાં જાહેર મુતરડી અને ટોયલેટની સુવિધા ઉપલબ્ધ કરવા આયોજન

નગરપાલિકામાં સંકલન સમિતિમાં ચર્ચા-વિચારણા પછી

ખંભાળીયા તા. પઃ ખંભાળીયા શહેર સાંકડા રસ્તાવાળું અને અનેક સ્થળે જાહેર મુતરડી, ટોયલેટ વગરનું હોય લોકોને ખૂબ પરેશાની થાય છે. તાજેતરમાં ખંભાળીયા પાલિકાની સંકલન બેઠકમાં ચર્ચા-વિચારણામાં ખંભાળીયાના ધારાસભ્ય તથા રાજ્યમંત્રી મૂળુભાઈ બેરાને રજુઆતો થતાં તેમણે મહત્ત્વના સ્થળો પર જાહેર મૂતરડી અને ટોયલેટ માટે કાર્યવાહી કરવા પાલિકા તંત્રને આદેશ કર્યો છે.

પાલિકાના સદસ્યો હોદ્દેદારો સાથે ચર્ચા થયા મુજબ ખંભાળીયા મુખ્ય બજારમાં સુપર માર્કેટ તથા શાક માર્કેટ પાસે મોટી સંખ્યામાં ગ્રામ્ય પંથકમાંથી ખરીદી કરવા લોકો આવતા હોય મહિલાઓ કુદરતી હાજત જવા ક્ષોભ ભરી સ્થિતિમાં મુકાતી હોય ત્યાં તથા જોધપુર ગેઈટ પાસે જુની ખડપીઠ નજીક નકામો થયેલો પાણીનો ટાંકો દૂર કરીને ત્યાં મૂતરડી, ટોયલેટ બ્લોક, બનાવવા, નગર ગેઈટ, રેલવે સ્ટેશન તેલીના પુલ પાસે તથા ચાર રસ્તા પાસે પણ આવી રીતે ટોયલેટ બ્લોક, મુતરડી બને તેવી વ્યવસ્થાનું આયોજન કરવા સૂચના આપતા પાલિકા પ્રમુખ શ્રીમતી રચનાબેન મોટાણી તથા કારોબારી ચેરમેન ખેતિયા તથા ઉપપ્રમુખ પતાણી દ્વારા આયોજન હાથ ધરીને ટેન્ડર કરવા પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh