Advertisement
Author: નોબત સમાચાર

બાળકોમાં રહેલી રમત પ્રતિભા ઉજાગર કરવા સિદ્દી ટેલેન્ટ આઈડેન્ટીફિકેશન

જામનગર જિલ્લાના સિદ્દી સમાજના

જામનગર તા. ૫: સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા ગુજરાતના અંતરીયાળ વિસ્તારોમાં વસવાટ કરતા અને સંઘર્ષમય તેમજ કુદરતી રીતે વિપરીત પરિસ્થિતિમાં જીવન નિર્વાહ કરતા સમૂહોના પરિવારજનો સાહસિકતા, સંઘર્ષ, સહનશીલતા, લડાયક જેવા ગુણો ધરાવતા હોય છે.

ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં ખાસ કરીને ગીર સોમનાથ, જુનાગઢ, ભરૂચ, જામનગર, કચ્છ સહિતના વિસ્તારમાં વસતા સિદ્દી સમાજની સુષુપ્ત રમત શક્તિઓને શોધી જુદી જુદી રમતોમાં આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી સફળ થવા માટે તૈયાર કરવા તથા શિક્ષણના સમન્વય સાથે પ્રતિભાશાળી ખેલાડીઓની અલગ અલગ માધ્યમથી શોધ કરવામાં આવે છે. જે અનુસંધાને ગુજરાતના દરેક જિલ્લામાં સિદ્દી સમાજના બાળકોમાં રહેલ રમતની પ્રતિભાને ઉજાગર કરવા સિદ્દી ટેલેન્ટ આઈન્ડેટીફિકેશન પ્રોગ્રામ થનાર છે. આગામી સમયમાં ૭ દિવસ નિવાસી તાલીમ શિબિર યોજાનાર છે.

જેમાં તા. ૦૧-૦૧-૨૦૧૧ થી તા. ૩૧-૧૨-૨૦૧૬ દરમિયાન જન્મેલા સિદ્દી ભાઈઓ અને બહેનો પ્રતિભાવાન બાળકો માટે સિદ્દી રમત પ્રતિભા પસંદગી તાલીમ શિબિર ૨૦૨૪નું આયોજન થનાર છે. જેમાં યોગ્યતા ધરાવતા તમામ સિદ્દી બાળકોના રજીસ્ટ્રેશન ફોર્મ સંબંધિત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રથી મેળવી લેવા ઉપરાંત ફોર્મ પરત જિલ્લા રમત વિકાસ અધિકારીને જમા કરાવવાના રહેશે. આ તાલીમ શિબિર પૂર્ણ થયા પછી પ્રતિભાશાળી સિદ્દી ખેલાડીઓને ગુજરાત રાજ્ય સરકારીની જિલ્લા કક્ષા સ્પોર્ટસ સંકુલ યોજનામાં સીધો જ પ્રવેશ આપવામાં આવશે.

સિદ્દી ટેલેન્ટ આઈન્ડેટીફિકેશનની પસંદગી કસોટી આગામી દિવસોમાં ૭ દિવસ દરમિયાન યોજાશે. તેમ જિલ્લા રમત વિકાસ અધિકારીએ જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh