Advertisement
Author: નોબત સમાચાર

લોકોની પાયાની જરૂરિયાતો તાકીદે સંતોષોઃ કુંવરજીભાઈ બાવળિયા

જામનગરમાં તંત્રના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠકઃ

જામનગર તા. પઃ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જિલ્લાના અન્ન અને નાગરિક પુરવઠા, પાણી પુરવઠા તથા સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી સમીક્ષા કરી હતી.

રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ કલેક્ટર કચેરીના સભાખંડમાં રાજ્ય તથા પંચાયત સિંચાઈ વિભાગ, ક્ષાર અંકુશ, સૌની યોજના, પાણી પુરવઠા તથા અન્ન અને નાગરિક પુરવઠા તેમજ ગ્રાહક સુરક્ષાની બાબતોના જિલ્લા કક્ષાના અધિકારીઓ સાથે બેઠક યોજી વિવિધ બાબતોની સમીક્ષા કરી હતી. બેઠકમાં બાવળિયાએ પુરવઠા વિભાગની છ કેવાયસીની કામગીરી, અનાજ વિતરણની વિગતો, જિલ્લાના ગોડાઉનોની સ્થિતિ, પેટ્રોલ પંપ તથા વાજબી ભાવની દુકાનોની તપાસણી વગેરે બાબતોની જાણકારી મેળવી હતી, જ્યારે પાણી પુરવઠા વિભાગના પ્રગતિ હેઠળના કામો, ડેમોમાં પીવાના પાણીના જથ્થાની સ્થિતિ, અતિવૃષ્ટિ સમયે થયેલ નુક્સાન તથા કરાયેલ કામગીરી, વિલંબથી ચાલતા પ્રોજેક્ટ અને વિલંબના કારણ વગેરે બાબતે પણ ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પૂરૃં પાડ્યું હતું.

તે પછી જિલ્લાના સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી પંચાયત, રાજ્ય સિંચાઈ વિભાગ હસ્કતના બંધારા, જિલ્લાની મોટી, મધ્યમ અને નાની સિંચાઈ યોજનાઓની વિગતો, મંજુર તથા પ્રગતિ હેઠળના કામો, ચેક ડેમોની સ્થિતિ, ડેમોમાં પાણીના કામો વગેરે બાબતે માહિતી મેળવી જરૂરી સમીક્ષા કરી હતી.

બેઠકમાં તેઓએ પીવાના તથા સિંચાઈના કામો સત્વરે પૂર્ણ થાય તેમજ લોકોની પાયાની જરૂરિયાત સંતોષાય તે રીતે કામગીરી હાથ ધરવા સર્વે અધિકારીઓને નિર્દેશ કર્યો હતો, તેમજ વિભાગ હસ્તકના પડતર પ્રશ્નોનો સત્વરે ઉકેલ લાવી જરૂરિયાત મુજબના કામો સમયસર પૂર્ણ થાય તે દિશામાં કામગીરી હાથ ધરવા પણ સૂચન કર્યું હતું.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટર માવિન પંડ્યા, અધિક કલેક્ટર બી.એન. ખેર, જિલ્લા પુરવઠા અધિકારી બારડ, ઊંડ જળસિંચન વિભાગના કાર્યપાલક ઈજનેર હરદયા, સિંચાઈ વિભાગના કાર્યપાલક શિલ્પાબેન કણસાગરા, પંચાયત વિભાગના ઈન્ચાર્જ કાર્યપાલક ઈજનેર અકબરી, પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેર શ્રીમતી રંગવાલા સહિત લગત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh