Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાર્ટી તથા ઠાકોર સમાજને મોટી ખોટ પડી
ગાંધીનગર તા. પઃ ભાજપના પીઢ નેતા અને ઠાકોર સમાજમાં લોકપ્રિય પૂર્વ ધારાસભ્ય શંભુજી ઠાકોરનું ગાંધીનગરમાં નિધન થયું છે.
ગાંધીનગર દક્ષિણના પૂર્વ એમએલએ શંભુજી ઠાકોરનું વ્હેલી સવારે નિધન થયું છે. શંભુજી ઠાકોરે ઠાકોર સમાજમાં મોટું નામ ધરાવે છે, અને ભાજપના પીઢ નેતા તરીકે તેમની ગણતરી થાય છે. લાંબા સમયથી બીમાર હતાં અને આજે વ્હેલી સવારે તેમણે અંતિમ શ્વાસ ગાંધીનગરમાં લીધા હતાં. તેમના નિવાસસ્થાને સમાજના અગ્રણીઓ તેમજ નેતાઓ દર્શન અર્થે આવી રહ્યાં છે.
શંભુજી ઠાકોર એક પીઢ નેતા હતા અને ભાજપ પક્ષે તમેને બે વાર ધારાસભ્ય તરીકેની ટિકિટ પણ આપી હતી. આજે તેમના નિવાસસ્થાનથી અંતિમયાત્રા નીકળશે, અને સેક્ટર ૩૦ ના અંતિમધામમાં તેમની અંતિમક્રિયા કરવામાં આવશે. શંભુજી ઠાકોર વર્ષ-ર૦૧ર અને ર૦૧૭ માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતાં. સાથે-સાથે ગુજરાત વિધાનસભાના પૂર્વ ડે. સ્પીકર પણ રહી ચૂક્યા છે.
શંભુજી ઠાકોર ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પૈકી એક હતાં. વર્ષ-ર૦૧ર અને ર૦૧૭ માં તેઓ ગાંધીનગર દક્ષિણમાંથી ધારાસભય તરીકે ચૂંટાયા હતાં. જો કે, વર્ષ-ર૦રર ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તેમને આરામ આપ્યો હતો, અને તેમની જગ્યાએ અલ્પેશ ઠાકોરને જવાબદારી સોંપી હતી.
શંભુજી ઠાકોર મોટા નેતા હતાં, પરંતુ સમાજમાં પણ લોકપ્રિય હતાં. કોઈના પણ ઘરે નાનો-મોટો પ્રસંગ હોય, તો તેઓ અચૂક હાજરી આપતા હતાં, નાનામાં નાના કાર્યકરને તેઓ સાથે રાખીને કામ કરનારા ધારાસભ્ય હતાં, હાલ ભાજપ પક્ષને તેમજ ઠાકોર સમાજને મોટી ખોટ પડી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial