Advertisement
Author: નોબત સમાચાર

માર્કેટ યાર્ડમાં દુકાન ફાળવણીમાં ગોબાચારીની તપાસ કરવા માંગ

જામનગરના હાપા સ્થિત

જામનગર તા. ૫: જામનગરમાં હાપા માર્કેટ યાર્ડમાં દુકાન ફાળવણીમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની ફરિયાદ વર્તમાન ચેરમેન સમક્ષ કરવામાં આવી છે.

લીંડીબજારમાં રહેતા ફરિદા અબ્દુલ કાદરભાઈએ યાર્ડના ચેરમેન સમક્ષ પત્ર પાઠવી રજૂઆત કરી છે કે, જુની શાક માર્કેટ હતી ત્યારે એ સમયના ચેરમેન હસમુખભાઈ વિરમગામીની દરમિયાનગીરીથી શાકભાજીના વેપારીઓને ત્યાં શેઠ બનાવી આપી ૬૦ હજારની ડિપોઝિટ લઈ રર૩ રૂપિયા ભાડું વસૂલી પ્લોટ્સ અને દુકાનની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં અમને પણ એક દુકાન ફાળવાઈ હતી.

આ પછી એસોસિએશનની રચના કરવામાં આવી હતી અને પ્રમુખ તરીકે ઝવેર નાનકરામ વણજાણીની નિમણૂક થઈ હતી. એ સમયે પ્રમુખ-ચેરમેન વચ્ચે મૌખિક નિર્ણય લેવાયા મુજબ નવી દુકાનો બનાવી આપવા નિર્ણય લેવાયો હતો. આ પછી કેટલીક પ્રક્રિયાઓ, લેતી-દેતી થઈ હતી, પરંતુ લાગવગિયાઓને સારા લોકેશનવાળી દુકાનોની ફાળવણી કરી નાંખવામાં આવી હતી, જો જુનો રેકોર્ડ તપાસવામાં આવે તો કોણે કેટલો ભ્રષ્ટાચાર કર્યો છે તે બહાર આવે. અમુકે બીજાના નામે પણ દુકાનો દબાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh