Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અજીત ૫વાર જૂથના નેતા લાંબા સમયથી રાજનીતિમાં હતાં
મુંબઈ તા. પઃ એનસીપીના નેતાની તીક્ષ્ણ હથિયારો વડે સરાજાહેર હત્યાથી ખળભળાટ મચી ગયો છે. હુમલાખોરો ફરાર થઈ ગયા છે.
અજીત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા સચિન કુર્મીની શુક્રવારે રાત્રે મુંબઈના બાયકુલા વિસ્તારમાં સરાજાહેરમાં હત્યા કરી નાખવામાં આવી હતી. એનસીપીના નેતાની જાહેરમાં હત્યાથી ખળભળાટ મચી ગયો છે. આરોપીઓએ સચિન પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો અને ત્યાર પછી તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતાં.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ગત્ રાત્રે મુંબઈના બાયકુલા વિસ્તારમાં અજીત પવાર જૂથના તાલુકા અધ્યક્ષ સચિન કુર્મી પર અજાણ્યા લોકોએ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં એનસીપીના નેતા ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતાં. આરોપીઓ હુમલો કરીને ફરાર થઈ ગયા હતાં.
સ્થાનિક લોકો અને પોલીસની મદદથી ઘાયલ નેતાને તાત્કાલિક મુંબઈની જે-જે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતં. ત્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થઈ ગયું. જો કે, આ ઘટના અંગે હોસ્પિટલમાં હાજર કર્મચારીઓ કંઈ વાતચીત નથી કરી રહ્યાં.
બીજી તરફ મુંબઈ પોલીસે આ મામલે અજાણ્યા લોકો વિરૂદ્ધ કેસ નોંધીને તપાસ હાથ ધરી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસે જણાવ્યું કે, આ ઘટના મધ્યરાત્રે લગભગ ૧ર.૩૦ વાગ્યે બની હતી. આ ઘટનાની સૂચના મળતા જ તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલ સચિનને નજીકની જેજે હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતાં. જ્યાં ડોક્ટરે તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતાં.
હત્યા કોણે અને શા માટે કરી તે જાણી નથી શકાયું. હુમલામાં ર થી ૩ લોકો સામેલ હતાં. સચિન કુર્મી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી - અજીત પવાર જૂથના નેતા હતાં, તેઓ લાંબા સમયથી મુંબઈમાં રાજકારણમાં સક્રિય હતાં. સચિન કુર્મીની હત્યાથી રાજકીય બેડામાં ખળભળાટ મચી ગયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial