Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા શહેરમાં ૩૭ ગરબી મંડળો દ્વારા નવરાત્રિ મહોત્સવની આસ્થાભેર ઉજવણી

શી ટીમ સહિતના લોકો દ્વારા ચુસ્ત વ્યવસ્થા સાથે

ખંભાળીયા તા. પઃ ખંભાળીયામાં ૩૭ જેટલા ગરબા મંડળો વિશેષ આયોજન જ્ઞાતિ સંગઠન સંસ્થાઓ તથા શેરી મંડળો દ્વારા ૩૭ સ્થળોએ નવરાત્રિ મહોત્સવના આયોજનો થયા છે. જેમાં ખંભાળીયા પીઆઈ બી.જે. સરવૈયા, પો.સ.ઈ. ઝરુ, પો.સ.ઈ. બારડ, નોઈડા, દ્વારા તથા હોમગાર્ડઝ જીઆરડી તથા શી ટીમ દ્વારા ચુસ્ત વ્યવસ્થા સાથે શાંતિપૂર્ણ રીતે મોડે સુધી બાળાઓ તથા લોકો નવરાત્રિ મહોત્સવની મોજ માણે છે.

ખંભાળીયામાં નવી લોહાણા મહાજનવાડીમાં લોહાણા મહાજન દ્વારા ટ્રસ્ટી મંડળ દ્વારા જુદા જુદા ગ્રુપમાં હરસિદ્ધિ ગરબા મંડળનું આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો તથા દર્શકો ઉમટે છે. ખંભાળીયા પાલિકા દ્વારા નવરાત્રિ મહોત્સવ આયોજન કરાયું છે. સ્ટેશન રોડ પર અબોટી જ્ઞાતિ બ્રહ્મસમાજ દ્વારા પરંપરાગત રાસ ગરબાનું આયોજન થયું છે. હર્ષદપુરમાં સમસ્ત સતવારા સમાજ દ્વારા ગરબીનું આયોજન થયું છે. રાંદલ માતાજી ગરબી મંડળ, હર્ષદપુર, ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા સ્ટેશન રોડ પર જ્ઞાતિની વાડીમાં, ધરમપુર ગામમાં સમસ્ત સતવારા સમાજ દ્વારા મહોત્સવ, હર્ષદપુરમાં રાંદલ માતાજી ગરબી મંડળ, આહીર યદુવંશી યુવા ગ્રુપ દ્વારા હોટલ પ્લેટીનમ જામનગર રોડ પર, દલવાડી હોટલ, પાસે, દેરાફળીમાં ચંદ્રભાગા ગરબી મંડળ, નવાપરા શેરી નં. ૧૩ માં મહિલા મંડળ, આનંદ કોલોનીમાં જય અંબે ગરબી મંડળ, સલાયા ગેઈટ ગુજરાત મીલ પાસે મચ્છુમા ગરબી મંડળ, શક્તિ નગરમાં સોસાયટીમાં હરસિદ્ધિ ગરબી મંડળ, નગર ગેઈટ રામ મંદિર પાસે સતવારા ગરબી મંડળ, જેકેવી નગરમાં ત્રણ નંબરમાં એકતા ગરબી મંડળ, નવાનાકા ચમારવાસમાં રામનગર વિંછુડાવાડીમાં ચામુંડા ગરબી મંડળ, રામનાથ સોસાયટીમાં ચામુંડા ગરબી મંડળ, ભૈરવા કોઠા પાસે સારસ્વત બ્રહ્મણ સમાજની ગરબી, ગાયત્રીનગરમાં ખોડીયાર ગરબી મંડળ, રામનગરમાં ચામુંડા ગરબી મંડળ, કણઝાર ચોકડી પાસે હરસિદ્ધિ ગરબી મંડળ, વારાહી ચોકમાં ઝાલાવાડી ઔદિચ્ય બ્રહ્મ સમાજજ્ઞાતિ દ્વારા નવરાત્રિ મહોત્સવ પુરૂષની ગરબી, બાવળા પાડો, રાવળ દેવની વાડી પાસે ભગવતી ગ્રુપની ગરબી, જડેશ્વર પાસે સીતલા માતાજીના મંદિરે સોનલ માતાજી ગરબા મંડળ, મોરલી મંદિર પાસે રાજગોર જ્ઞાતિ ગરબી મંડળ, ઘી ડેમ રોડ પર કલ્યાણબાગ સોસાયટીમાં ગરબી મંડળ, ગાયત્રીનગર હાઉસીંગ બોર્ડમાં ચામુંડા ગરબી મંડળ, રાવલ પાડામાં ખોડીયાર ગરબી મંડળ, સંજયનગરમાં આશાપુરા ગરબી મંડળ, રામનાથ સોસાયટીમાં બરડાઈ બ્રહ્મસમાજની ગરબી, સતવારા વાડ, રાજ્યગુરૂ શેરીમાં ખોડીયાર ગરબી મંડળ તથા માધુપુર પીપળીયા કામઈ માતાજીના મંદિરે ગરબી યોજાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh