Advertisement
Author: નોબત સમાચાર

ચેક પરતના કેસમાં સજા પડતા પૂર્વ ભાગીદાર તથા તેના પુત્રએ આપી ધમકી

જામનગર તા. પઃ જામનગરના રામેશ્વરનગરમાં રહેતા એક આસામી સાથે કન્સ્ટ્રકશનના ધંધાની ભાગીદારી પૂર્ણ કર્યા પછી પૂર્વ ભાગીદારે ચેક પરતની ફરિયાદ નોંધાવી હતી. તેમાં ગઈકાલે સજા ફટકારવામાં આવતા આ આસામી તથા તેના પુત્રએ પૂર્વ ભાગીદારને રોકી ગાળો ભાંડી ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

જામનગરના રામેશ્વરનગર વિસ્તાર પાછળ આવેલી ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા પ્રવીણભાઈ સામતભાઈ ખોલા તથા રામેશ્વરનગર ચોકમાં રહેતા વિજય ગોવિંદભાઈ આંબલીયા નામના બે આસામીએ અગાઉ ભાગીદારીમાં કન્સ્ટ્રક્શનનો વ્યવસાય શરૂ કર્યાે હતો.

તે પછી બંને વચ્ચે મનદુખ થતાં તેઓએ ભાગીદારી સહમતીથી પુરી કરી હતી જેમાં પ્રવીણભાઈએ પૈસા લેવાના બાકી હતા. તે દરમિયાન વિજય ગોવિંદભાઈ સામે અદાલતમાં ચેક પરતની ફરિયાદ પ્રવીણભાઈએ નોંધાવી હતી. તે કેસના અંતે ગઈકાલે અદાલતે વિજય ગોવિંદભાઈ આંબલીયાને સજા ફટકારી હતી. તેનો ખાર રાખી ગઈકાલે બપોરે વિજય તથા તેનો નાનો પુત્ર રામેશ્વરનગર ચોકમાંથી પ્રવીણભાઈ જ્યારે જતા હતા ત્યારે તેઓને રોકી લઈ ગાળો ભાંડી બંને શખ્સે અહીંથી નીકળતો નહીં જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. પ્રવીણભાઈએ સિટી બી ડિવિઝનમાં ફરિયાદ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh