Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શેરબજાર પર વૈશ્વિક પ્રવાહો અને યુદ્ધની માઠી અસર
મુંબઈ તા. પઃ શેરબજારમાં પાંચ દિવસમાં રોકાણકારોના ૧૬.ર૬ લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું છે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવની સીધી અસર શેરબજાર પર જોવા મળી રહી છે. આ અઠવાડિયે સેન્સેક્સમાં કુલ ૩૮૮૩.૪૦ પોઈન્ટનો ઘટાડો નોંધાયો, જ્યરે નિફ્ટી પ૦ માં કુલ ૧૧ર૯.૧૦ પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે.
છેલ્લા થોડા દિવસથી શેર માર્કેટમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો કડાકો નોંધાતા રોકાણકારો મુશ્કેલીમાં મૂકાયા છે. ગયા અઠવાડિયે શુક્રવારે શરૂ થયેલો ઘટાડો આ સપ્તાહના શુક્રવાર સુધી ચાલુ રહ્યો હતો.
ગયા સપ્તાહે શુક્રવારથી શરૂ થયેલો શેરબજારમાં ઘટાડાનો ટ્રેન્ડ કાલે સતત પાંચમાં દિવસે પણ ચાલુ રહ્યો હતો. શેરબજારમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે રોકાણકારોના લાખો કરોડો રૂપિયાનું નુક્સાન થયું છે. નિષ્ણાતોનું માનવું છે કે પશ્ચિમ એશિયામાં વધતા તણાવની સીધી અસર શેરબજાર પર જોવા મળી રહી છે. માર્કેટમાં પાંચ દિવસથી ચાલી રહેલા ઘટાડાથી શેરબજારના રોકાણકારોને ૧૬.ર૭ લાખ કરોડ રૂપિયા જેટલું નુક્સાન થયું છે. આ પાંચ દિવસના ઘટાડા પછી લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂા. ૧૬,ર૬,૬૯૧.૪૮ કરોડ ઘટીને રૂા. ૪,૬૦,૮૯,પ૯૮.પ૪ કરોડ થયું હતું. બીએસએફ સેન્સેક્સ ૮૦૮.૬પ પોઈન્ટ ઘટીને ૮૧,૬૮૮.૪પ પોઈન્ટ પર બંધ થયો હતો.
બીજી તરફ નિફ્ટી પ૦ પણ ર૦૦.રપ પોઈન્ટ ઘટીને રપ,૦૪૯.૮પ પોઈન્ટ પર બંધ રહ્યો હતો. આ અઠવાડિયું ભારતીય બજાર માટે ઘણું ખરાબ રહ્યું. આ અઠવાડિયે સેન્સેક્સમાં કુલ ૩૮૮૩.૪૦ પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે બીજી તરફ આ સપ્તાહે નિફ્ટી પ૦ મા કુલ ૧૧ર૯.૧૦ પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો.
ગયા અઠવાડિયે ગુરુવારે સેન્સેક્સ ૬૬૬.રપ પોઈન્ટના વધારા સાથે ૮પ,૮૩૬.૧ર પોઈન્ટની નવી વિક્રમી સપાટીએ બંધ રહ્યો હતો.
ગયા સપ્તાહે ગુરુવારથી અત્યાર સુધીમાં સેન્સેક્સમાં ૪૧૪૭.૬૭ પોઈન્ટ્સ અને નિફ્ટીમાં ૧૧૬૬.ર૦ પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે, તેમ પણ કહી શકાય. સેન્સેક્સ કંપનીઓમાં ભારતની અગ્રણી ઓટોમોબાઈલ કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં ૩.પ૮ ટકાનો સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો, જો કે શેરબજારમાં અરાજક્તા સર્જનાર આ ઘટાડામાં ઈન્ફોસિસના શેરમાં સૌથી વધુ ૧.૩૩ ટકાનો વધારો નોંધાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial