Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જવાબદાર શખ્સો સામે કડક પગલાંની કરાઈ માંગઃ
જામનગર તા. ૫: જામનગરના સિક્કા તથા લાલપુરના ઝાખરમાં તાજેતરમાં વીજ કર્મચારીઓને કેટલાક માથાભારે શખ્સોએ ધમકાવી બળજબરી આચરી હતી. તે કૃત્ય સામે ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિ તથા જીઈબી એન્જિનિયર્સ એસોસિએશને કલેક્ટર તથા એસપીને આવેદન પાઠવી રજૂઆત કરી છે.
ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિ દ્વારા ગઈકાલે જામનગરના કલેકટર અને પોલીસ અધિક્ષકને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જેમાં સિક્કા પીજીવીસીએલ કચેરીના સ્ટાફને માથાભારે ઈસમો દ્વારા અવારનવાર કરાતી હેરાનગતિ અને હુમલા અંગે રજૂઆત કરાઈ છે.
સિક્કા સ્થિત વીજ કંપનીની કચેરીના સ્ટાફ સાથે કેટલાક શખ્સો હેરાનગતિ કરી ધમકી આપવા ઉપરાંત મારકૂટ પણ કરી લેતા હોય છે. આ કચેરી ૨૩૨૩૦ ગ્રાહકોને સેવા આપે છે. સતત વીજ પુરવઠો પૂરો પાડવા માટે પ્રતિબદ્ધ હોવા છતાં તે કચેરીના કર્મચારીઓ સાથે હિંસા આચરવામાં આવી રહી છે. તાજેતરમાં એક કર્મચારીને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી. તેનો વીડિયો પણ વાયરલ થયો છે.
આવી ઘટનાઓના કારણે સ્ટાફની સુરક્ષા સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે. તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે ૬૬ કેવી ઝાખર સબ સ્ટેશનમાં નુકસાની થઈ હતી ત્યારે પણ વીજળી પૂર્વવત કરવા માટે સમારકામ કરવા ગયેલા સ્ટાફને ગાળો ભાંડી બળજબરી આચરાઈ હતી. જો કે, પોલીસ સમયસર આવી જતાં મારકૂટ અટકી હતી. આવા તત્ત્વો સામે કડક પગલાં ભરવા માગણી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial