Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઘર છોડીને બેડ નદી પાસે આવી પહોંચી હતીઃ
જામનગર તા. ૫: જામનગર નજીક બેડમાં આવેલી નદીમાં પડી આત્મહત્યા કરવાના ઈરાદાથી ત્યાં આવેલી એક તરૂણીને સિક્કા પોલીસે સમજાવટ કરી પૂછપરછ કરતા તેણી માતા-પિતાના ઠપકાથી ઘર છોડીને નીકળી હોવાનું ખૂલ્યું હતું. આ તરૂણીનો કબજો પોલીસની શી ટીમે પરિવારને સોંપી આપ્યો છે.
જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા બેડ ગામ પાસેની નદીમાં પડી જવા માટે એક તરૂણી આવી હોવાની અને હાલમાં ત્યાં ગુમસુમ હાલતમાં બેઠી હોવાની જાણકારી સિક્કા પોલીસ સ્ટેશનના વુમન એએસઆઈ આર.આર. કરંગીયા, સી.ડી. ગાંભવા, મહેશભાઈ, બાબુભાઈ, ધર્મિષ્ઠાબેનને પેટ્રોલિંગ દરમિયાન મળતા પોલીસ ટૂકડી
ત્યાં ધસી ગઈ હતી.
આ સ્થળેથી એક તરૂણી મળી આવી હતી. તેણીની પૂછપરછ કરાતા આ તરૂણીએ પહેલા તો પોતાના માતા-પિતાના નામ, નંબર, સરનામુ આપવાનો ઈન્કાર કર્યાે હતો. તે પછી પોલીસે સમજાવટ કરતા તે તરૂણીએ માતા-પિતાના ઠપકાથી માઠું લાગી આવવાથી આત્મહત્યાના ઈરાદે ત્યાં આવી હોવાનું જણાવ્યું હતું.
અંદાજે ૧૫-૧૭ વર્ષની લાગતી આ તરૂણીને સમજાવટ કરી પોલીસ મથકે લઈ જવાયા પછી તેણીના ભાઈને જાણ કરાઈ હતી અને પોલીસ મથકે આવી પહોંચેલા ભાઈને બહેનનો કબજો સોંપી આપવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial