Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નાસ્તાનું બીલ સાત માસથી નહીં ચૂકવાતા
જામનગરના આંગણવાડીના બહેનોને નાસ્તાના પૈસા ચૂકવાયા નહીં હોવાથી ગઈકાલે અનેક બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સરકારે ભૂલકાના નાસ્તાના પૈસા નહીં ચૂકવતા હવે રોષ પ્રગટ થયો છે. જામનગરમાં ૩૦૯ આંગણવાડી કાર્યરત છે, જ્યાં અનેક બાળકો આવે છે. જેમને આંગણવાડી દ્વારા ગરમ નાસ્તો આપવામાં આવે છે, પરંતુ છેલ્લા સાત માસથી આંગણવાડીના નાસ્તાનું બીલ ચૂકવવામાં આવ્યું નથી. આખરે ગઈકાલે સાંજે આંગણવાડી કાર્યકર્તા બહેનોએ વિરોધ પ્રદર્શન કરી સરકારની આંખ ઉઘાડવાનો પ્રયત્ન કર્યો હતો અને ચિમકી આપી હતી કે જો ૧પ દિવસમાં નાસ્તાના બીલની રકમ મંજુર કરવામાં નહીં આવે તો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. તેવી ચિમકી આપવામાં આવી છે. સરકારના નેતાઓ ગળા ફાડીને બોલે છે કે ગરીબો, વંચિતોની તથા યુવા અને મહિલા તથા બાળકોની આ સરકાર ચિંતા કરે છે, પરંતુ ભૂલકાઓને નાસ્તાના પૈસા પણ સાત માસ સુધી ચૂકવાયા નથી આથી બાળકોની ચિંતા કેવી કરવામાં આવે છે તે સ્પષ્ટ જોવા મળે છે. જામનગરમાં તો ભાજપના ધારાસભ્ય અને મંત્રી પણ સરકારમાં સ્થાન ધરાવે છે. શું તમો આ પ્રશ્ને દરમિયાનગીરી કરી શકો નહીં?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial