Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચીભડુ તોડવા જતી વેળાએ સર્જાઈ દુર્ઘટનાઃ
જામનગર તા. ૫: જામજોધપુરના સીદસર ગામમાં એક ખેતરમાં શ્રમિકનો સાત વર્ષનો પુત્ર ચીભડુ તોડવા જતી વેળાએ વીજ આંચકો લાગતા મોતને ભેટ્યો છે. એક કુંડી નજીક વેલામાંથી ચીભડુ તોડતા આ બાળકનો હાથ સ્ટાર્ટરને અડક્યો હતો.
જામજોધપુરના સીદસર ગામમાં મહારાષ્ટ્રના એક શ્રમિકે ભાગમાં ખેતર વાવવા રાખ્યા પછી ચીભડા વાવ્યા હતા. તેનો સાત વર્ષનો પુત્ર ગઈકાલે ચીભડા તોડતો હતો ત્યારે તેને ઈલેકટ્રીક સ્ટાર્ટરમાંથી વીજ આંચકો લાગતા આ બાળકનું મૃત્યુ નિપજ્યું છે.
જામજોધપુર તાલુકાના સીદસર ગામમાં હરીસિંગ ગોવિંદસિંહ વાળા નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મહારાષ્ટ્ર રાજ્યના ધુલીયા જિલ્લાના બુડકી વીહરી ગામના વતની દિનેશભાઈ રાયસિંગભાઈ પાવરા નામના શ્રમિકને સાત વર્ષનો પુત્ર અમલ ગઈકાલે સવારે ખેતરમાં રમતો હતો.
આ વેળાએ તે બાળકે ખેતરમાં વાવેલા ચીભડા તોડવાનો પ્રયાસ કર્યાે ત્યારે કુંડી પાસે આવેલા ચીભડાના વેલામાંથી ચીભડુ તોડતી વખતે ઈલેકટ્રીક સ્ટાર્ટરને આ બાળકનો હાથ અડકી ગયો હતો તેથી જોરદાર વીજ આંચકો લાગ્યો હતો. ફેંકાઈ ગયેલા અમલને સારવાર માટે ખસેડવાની તજવીજ કરાઈ હતી. આ બાળકનું ટૂંકી સારવારના અંતે મૃત્યુ નિપજ્યું છે. પિતા દિનેશભાઈ પાવરાએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial