Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર શહેરમાં નવરાત્રિ પર્વની શરૂઆત થતાં જ ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. રણજીતનગર વિસ્તારમાં પટેલ સમાજના યુવાનો દ્વારા આયોજીત મશાલ રાસે શહેરમાં નવરાત્રિની રોનક વધારી દીધી છે. આ ગરબી મંડળમાં ભાગ લેનારા ખેલૈયાઓએ અંગારાની વચ્ચે મસાલ રાસ રમીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતાં જે શહેરમાં ખૂબ જ આકર્ષણનો રૂપ બન્યો છે. આ ધાર્મિક ઉત્સવમાં જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી, શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા સહિત મનપાના અનેક પદાધિકારીઓએ ઉપસ્થિત રહીને માતાજીના આશીર્વાદ મેળવ્યા હતાં. પટેલ યુવક મંડળ દ્વારા આયોજીત આ મશાલ રાસમાં યુવાનોએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. આકર્ષક વેશભૂષામાં સજજ યુવાનોએ મશાલો લઈને રાસ રમ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતાં અને માતાજીની આરાધનામાં લીન થયા હતાં. મશાલ રાસ દરમિયાન આકાશમાં ફૂલોની છાબર વરસાવવામાં આવી હતી અને ડીજેના તાલે લોકો ઝૂમી ઉઠ્યા હતાં. નવરાત્રિના આ પર્વમાં જામનગર શહેરમાં અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોમાં ભજન-કીર્તન, ગરબા, રાસના કાર્યક્રમોમાં શહેરના વિવિધ સમાજના લોકો લાભ લઈ રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial