Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોટરના ચાલક સામે પોલીસમાં ફરિયાદઃ
જામનગર તા. ૫: જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર નાની બાણુગાર ગામના પાટીયાથી રામપર પાટીયા વચ્ચે બે સપ્તાહ પૂર્વે એક ટ્રેક્ટર પાછળ મોટર ટકરાઈ પડતા ટ્રેક્ટર ગોથું મારી ગયું હતું. તેના ઘવાયેલા ચાલકે મોટર ચાલક સામે ફરિયાદ કરી છે.
જામનગર તાલુકાના મોટી બાણુગાર ગામના સૂર્યકાંતભાઈ માધવજીભાઈ કાનાણી નામના પ્રૌઢ ગઈ તા.૨૧ની બપોરે પોતાના ઘરેથી ખેતરે જવા માટે જીજે-૧૦-કે ૬૫૮ નંબરનું ટ્રેક્ટર લઈને નીકળ્યા હતા.
તેઓ જ્યારે નાની બાણુગારના પાટીયાથી રામપર પાટીયા તરફ ટ્રીનીંગ મીલ તરફ આગળ વધ્યા ત્યારે પાછળથી જીજે-૩૬-એએલ ૪૨૩૩ નંબરની સફેદ રંગની મોટર ટકરાઈ પડી હતી. જેના કારણે ટ્રેક્ટર રોડ પર ગોથું મારી ગયું હતું. ફ્રેક્ચર સહિતની ઈજા પામેલા ટ્રેક્ટરના ચાલક સૂર્યકાંતભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. તેઓએ પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial