Advertisement
Author: નોબત સમાચાર

ભરણપોષણનો કેસ કરનાર પત્ની પર તલવારથી પતિએ કર્યાે પ્રાણઘાતક હુમલો

ઘર પાસે કેમ ઉભા છો તેમ કહેનાર યુવાનને ધોકાવાયોઃ

જામનગર તા. ૫: જામજોધપુરના માંડાસણ ગામમાં આંગણવાડીમાં કામ કરતા એક મહિલા પર ગઈકાલે સવારે તેણીના પતિએ તલવારથી પ્રાણઘાતક હુમલો કરી હાથના આંગળા તથા અંગુઠા કાપી નાખ્યા હતા. પત્નીએ ત્રણેક મહિના પહેલાં ભરણ પોષણ મેળવવા કોર્ટમાં કરેલી ફરિયાદથી પતિએ હુમલો કર્યાનું ફરિયાદમાં જણાવાયું છે. જ્યારે સિદ્ધાર્થનગરમાં સપ્તાહ પહેલા યુવાન પર બે શખ્સે હુમલો કર્યાે હતો.

રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં આમ્રપાલી સોસાયટી પાસે રહેતા રમીલાબેન વિપુલભાઈ મકવાણા નામના મહિલા ગઈકાલે સવારે જામજોધપુર તાલુકાના માંડાસણ ગામમાં આવેલી ૯ નંબરની આંગણવાડીમાં હતા ત્યારે તેણીનો પતિ વિપુલ પ્રેમજીભાઈ મકવાણા તલવાર સાથે ધસી આવ્યો હતો.

આ દંપતી વચ્ચે કેટલાક સમયથી અણબનાવ થયો હોય જેના કારણે રમીલાબેને પોરબંદરના રાણાવાવની કોર્ટમાં પતિ સામે ત્રણેક મહિના પહેલાં ભરણપોષણ મેળવવા માટે કેસ કર્યાે હતો. તે બાબત નહીં ગમતા ગઈકાલે રમીલાબેન જે આંગણવાડીમાં નોકરી કરતા હતા ત્યાં તલવાર સાથે વિપુલ ધસી આવ્યો હતો. તેણે પત્નીને મારી નાખવાના ઈરાદાથી પ્રાણઘાતક હુમલો કરી રમીલાબેનના જમણા હાથનો અંગુઠો તથા આંગળીઓ કાપી નાખ્યા હતા અને પગમાં પણ તલવારથી આડેધડ ઘા ઝીંકી ગંભીર ઈજા પહોંચાડી હતી. તે પછી વિપુલ નાસી ગયો હતો. ગંભીર ઈજા પામેલા રમીલાબેનને દવાખાને ખસેડવામાં આવ્યા છે જ્યાંથી તેઓએ શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે હત્યા પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

જામનગરના સિદ્ધાર્થનગર નજીક બાવરીવાસમાં રહેતા ઈમ્તિયાઝ યુસુફભાઈ લતાણી નામના સંધી યુવાન ગઈ તા.૨પની રાત્રે પોતાના ઘરે હતા ત્યારે તેમના ઘર પાસે બે અજાણ્યા શખ્સ ઉભા હતા. તેઓને અહીં કેમ ઉભા છો તેમ ઈમ્તિયાઝે પૂછતા આ શખ્સોએ તલવાર તથા ધોકાથી હુમલો કરી ઈમ્તિયાઝને માર માર્યાે હતો. સારવારમાં ખસેડાયેલા ઈમ્તિયાઝે ગઈકાલે સિટી સી ડિવિઝનમાં ફરિયાદ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh