Advertisement
Author: નોબત સમાચાર

પત્નીને તેડી જવા આવેલા પતિ સહિત નવ વ્યક્તિએ સાળાને ધોકાવી નાખ્યો

પોતાના નામનું બાઈક પણ પાછું આપી દેવા માગણીઃ

જામનગર તા. પઃ દ્વારકાના રૂપેણ બંદર પર ગઈકાલે સાંજે નવ વ્યક્તિના ટોળાએ ધોકા, પાઈપથી હુમલો કરી ભાઈ, બહેનને માર માર્યાે હતો. દંપતી વચ્ચે ઝઘડો થતાં પત્ની પોતાના પિતાના ઘેર રિસામણે આવી ગઈ હતી. તેણીને તેડી જવા પતિ સહિતના નવ વ્યક્તિ આવ્યા હતા અને મારકૂટ કરી પોતાના નામનું બાઈક પરત માંગ્યું હતું. પોલીસે યુવતીના પિતાની ફરિયાદ પરથી ગુન્હો નોંધ્યો છે.

દ્વારકા તાલુકાના રૂપેણ બંદર નજીક શાંતિનગરમાં રહેતા ઉમરભાઈ મામદભાઈ લુચાણી નામના વૃદ્ધના પુત્ર અસલમે પોતાના બનેવી અને રૂપેણ બંદરમાં રહેતા હુસેન લાખા લુચાણીના નામે પલ્સર મોટરસાયકલ ખરીદ્યુ હતું.

તે દરમિયાન અસલમના બહેનને પતિ સાથે ઝઘડો થતાં આ પરિણીતા રિસામણે પિયર આવી ગઈ હતી અને તે પછી તેણીને તેડી જવાની વાત કરી ગઈકાલે સાંજે હુસેન તથા તેનો ભાઈ શબ્બીર લુચાણી, સીદીક લાખા, મામદ લાખા, આબીદ લાખા અને આરબ હનીફ ખારીયા, આસીફ હનીફ ખારીયા, હલીમા ખારીયા, અલારખી ડાડા લુચાણી નામના નવ વ્યક્તિ રૂપેણ બંદર પર ઉમરભાઈના ઘેર આવ્યા હતા.

આ વ્યક્તિઓએ વાત વાતમાં ઉશ્કેરાઈ જઈ પાઈપ તથા ધોકાથી ઉમરભાઈના પુત્ર અસલમ, પુત્રી અફસાના સહિતના વ્યક્તિઓને માર મારી ગાળો ભાંડી હતી અને મારા નામનું મોટરસાયકલ પાછું આપી દે તેમ કહી ધમકી અપાઈ હતી. ઉમરભાઈએ દ્વારકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh