Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અડધા ડીગ્રીના વધારા સાથે
જામનગર તા. પઃ જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં અડધા ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૩.પ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ચાર ટકા વધીને ૮૯ ટકા રહેતા ગઈકાલે પણ બફારો અનુભવાયો હતો.
જામનગરમાં મિશ્ર ઋતુ વચ્ચે આજે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન અડધા ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૩.પ ડીગ્રી જ્યારે અડો ડીગ્રી ઘટીને લઘુતમ તાપમાન રપ ડીગ્રી નોંધાયું હતું. મહત્તમ તાપમાનમાં થયેલા વધારાના પગલે ગરમીમાં પણ વધારો થયો હતો. નગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ચાર ટકા વધીને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૯ ટકા રહ્યું હતું. ભેજના આટલા વધુ પ્રમાણના પગલે ગઈકાલે પણ બફારો યથાવત્ રહ્યો હતો. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧૦ થી ૧પ કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial