Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સેવારત એનિમલ લવર્સ દ્વારા સપ્ટેમ્બર મહિનામાં
ભાણવડ તા. ૫: દ્વારકાના ભાણવડ પંથકમાં માત્ર એક જ માસમાં ર૬ અજગર સહિત કુલ ૧૩૭ સરીસૃપ કરાયા રેસ્કયૂ કરીને એનિમલ લવર્સની પ્રસંશનીય કામગીરી કરાઈ હતી.
ભાણવડ પ્રકૃતિથી ભરપુર બરડાનો વિસ્તાર હોવાથી અહીં દુર્લભ પ્રજાતિના વન્ય જીવો પણ અવર-જવર કરતા હોય છે ત્યારે માનવ વસાહત કે ખેતર-વાડીમાં આવા સરીસૃપ આવી પડતા હોય છે. ત્યારે ભાણવડ પંથકમાં વન્ય જીવ બચાવ કામગીરી માટે સતત કાર્યરત એનિમલ લવર્સ ચેરી. ટ્રસ્ટના સભ્યો દ્વારા સમગ્ર વિસ્તારમાં જાગૃતિ કાર્યક્રમો દ્વારા કોઈ વન્ય જીવને કયારેય મારવો નહીં માત્ર જાણ કરવી, રેસ્કયુની વિનામૂલ્યે સેવા પૂરી પડાતા આવા દુર્લભ પ્રજાતિના જીવો મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે.
આપણાં પ્રાકૃતિક વરસના સંરક્ષણની આ પ્રશંસનીય કામગીરી એનિમલ લવર્સ ગ્રુપના અશોકભાઈ ભટ્ટ, મેરામણભાઈ, વિજય ખુંટી, અક્ષય, વિશાલ, નિમિષ દ્વારા વન વિભાગના કર્મચારીની મદદથી કરાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial