Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા લોહાણા કાનાણી કુટુંબના કુળદેવી સિંધવી માતાજીના મંદિરે નવરાત્રિ હવન યોજાશે

દરરોજ રાત્રે ૧૦ થી ૧૧ સુધી બેઠા ગરબા

ભાટિયા તા. પઃ ખંભાલીયામાં લોહાણા - કાનાણી કુટુંબના કુળદેવી શ્રી સિંધવી માતાજીના મંદિરે નવલી નવરાત્રિના નવ દિવસ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. નવરાત્રિના પ્રથમ દિવસે કળશ સ્થાપન - પૂજાવિધિ, ચંડીપાઠ, ઘટસ્થાપન તથા ધ્વજા આરોહણ અને તા. ૧૧ ને આઠમના આઠમા નોરતે સવારે ૮.૩૦ વાગ્યે માતાજીના હવનમાં બપોરે ૧ર.૩પ કલાકે બીડું હોમાશે અને બપોરે ૧ વાગ્યે સમૂહ પ્રસાદ થશે.

આ ઉપરાંત તા. ૩-૧૦-ર૦ર૪ થી તા. ૧૧-૧૦-ર૦ર૪ ના દરરોજ રાત્રે ૧૦ થી ૧૧ વાગ્યા સુધી ગાયત્રી ગરબા મંડળ દ્વારા માતાજીના બેઠા ગરબા યોજવામાં આવશે. આ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનો કાનાણી પરિવારના દરેક કુટુંબીજનો, પરિવારોને લાભ લેવા કાનાણી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનુરોધ કરાયો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh