Advertisement
Author: નોબત સમાચાર

સહિયર નવરાત્રિ મહોત્સવનો અયોધ્યા રામ મંદિરના થીમ સાથે શુભારંભ

જામનગરના રંગતાળી ગ્રુપ દ્વારા આયોજિત

સનાતન ધર્મમાં કેટલું વૈવિધ્ય છે અને છતાં કેટલી એકરૂપતા છે? તેની આછેરી ઝલક ગઈકાલે નવરાત્રિના પ્રથમ દિવસે જામનગરમાં નજરે ચડી હતી. ગુરૂવારે પ્રથમ નોરતું હતું. જામનગર શહેર છોટીકાશી તરીકે વિખ્યાત છે અને નવરાત્રિએ આદ્યશક્તિની ઉપાસનાના દિવસો છે. ત્યારે શહેરના સાત રસ્તા પાસેના એમ.પી.શાહ કોમર્સ કોલેજના પટાંગણમાં રામનવમીની ઉજવણી સમા દ્રશ્યો સર્જાયા હતાં. રંગતાલી ગ્રુપના આયોજકો દ્વારા સહિયર નવરાત્રિ મહોત્સવમાં નોરતાના શુભારંભને સાંપ્રત વર્ષને કેન્દ્રમાં રાખી અયોધ્યા - રામ મંદિરની થીમ સાથે સાંકળી લેવામાં આવ્યો હતો. નવરાત્રિના પૂરા વિશાળ એરિનામાં ઊચા ઊચા ભગવા રંગના સનાતની ધ્વજ લહેરાતા હતાં. સાઉન્ડ સીસ્ટમ પર સનાતન ધર્મના પોરસ ગીતો વાગતા હતાં. દીપ પ્રાગટ્ય માટે ઉપસ્થિત મહાનુભાવો તેમજ પરંપરાગત વસ્ત્રોમાં સજજ યુવા ખેલૈયાઓ રામરાજ્ય  સંબંધી સુત્રો પોકારતા હતાં. સમગ્ર વાતાવરણ જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યું હતું. સદીઓની પ્રતિક્ષા પછી અયોધ્યામાં નિર્મિત થયેલા રામમંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા દિન પ્રસંગે જેવો ઉત્સાહપ્રેરક માહોલ સર્જાયો હતો, તેવી જ ઝલક જોવા મળતી હતી. આ ઉજવણી વચ્ચે મેદાનમાં એક વિશાળકાય અને કદાવર હનુમાનજીના પાત્રનું આગમન થયું. રામચંદ્રજીના પ્રીતિપાત્ર, અનન્ય ભકત અને કળિકાલના જાગતા દેવ મનાતા પવનસુતના હાથમાં હીરાજડિત ગદા ધારણ કરી એરિનામાં પ્રવેશની સાથે સમગ્ર વાતાવરણ ધર્મમય બની ગયું હતું. હાજર નેતાગણ તથા બાળકોએ બજરંગબલીના આ પાત્ર સાથે તેમને વંદના કરતા હોય તેવી તસ્વીરો ખેંચાવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh