Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના દરેડ બીઆરસીમાં પુસ્તકો વરસાદમાં પલળી ગયા

ભૂલકાઓ પુસ્તકથી વંચિતઃ

જામનગર તા. પઃ જામનગર નજીકના દરેડના બી.આર.સી. ભવનમાં સ્કૂલોને વિતરણ કરવાનો પુસ્તકોનો મોટો જથ્થો વરસાદમાં પલળી ગયો હતો. આથી હવે નવા પુસ્તકો મંગાવવાની ફરજ પડશે, તો એક સવાલ એવો પણ થાય છે કે શાળાઓ શરૂ થયાને ત્રણ માસ થવા છતાં પુસ્તકો કેમ વિતરણ થયા ન હતા? બાળકોના શિક્ષણ ઉપર તરાપ સમાન આ કૃત્ય માટે જવાબદાર સામે કડક પગલાં લેવા જોઈએ.

સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણ માટે વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ધોરણે પુસ્તકોનું વિતરણ કરવામાં આવે છે. ગાંધીનગરથી આવા પુસ્તકોનો જથ્થો ગત્ ઓગસ્ટ માસમાં આવ્યો હતો. હકીકતે શાળાઓ શરૂ થયાને લાંબો સમય થયો છતાં પુસ્તકો ખૂબ મોડા જામનગર માટે રવાના કરાયા હતાં. આ માટે જવાબદાર કોણ? કિંમતી પુસ્તકો પલળી ગયા તો તેની દરકાર લેવામાં કોણ નિષ્ફળ રહ્યું?

એક માહિતી મુજબ દરેડના બીઆરસી કેન્દ્રમાં રાખવામાં આવેલ ધો. ૧ થી ૩ ના ૪૦૦ થી વધુ પુસ્તકો એટલે કે લગભગ ૧પ ટકા પુસ્તકો પલળી જતાં નકામા બની ગયા છે. હવે આ પુસ્તકના બદલે નવો જથ્થો મંગાવવામાં આવ્યો છે.

જો કે, ૪૦૦ પુસ્તકો પલળી ગયા તેનો આંકડો સરકારી છે. સૂત્રોના જણાવ્યા મુજબ વધુ જથ્થો પલળી ગયો છે. આમ કોઈકની ભૂલ અથવા બેદરકારીનો ભોગ ભૂલકા બન્યા છે. હવે સરકાર આ મુદ્દે કોની જવાબદારી નક્કી કરે છે તે જોવાનું રહેશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh