Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કારખાનાના માલિકે નોંધાવી હતી ફરિયાદઃ
જામનગર તા. ૨૦: જામનગરના એક આસામીએ પોતાના બંધ કારખાના પર બેંકમાં ખાતુ ખોલાવી મેતાજીએ રૂ.૫ કરોડનું જીએસટી રિફંડ મેળવી લીધાની અને બંેકમાંથી લોન મેળવી લીધાની પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. અદાલતમાં રજૂ કરાયેલા આ આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજી મંજૂર રાખવામાં આવી છે.
જામનગરમાં બેડીબંદર રોડ પર તિરૂપતિ પાર્કમાં રહેતા વિષ્ણુભાઈ જગદીશભાઈ પંડયાએ પોતાનું એક કારખાનુ થોડા સમય પહેલાં બંધ કર્યા પછી પણ તે કારખાનાના નામનું જીએસટી એકાઉન્ટ ચાલુ હોવાની અને તેમાં જીએસટી અંગેનું રિફંડ મેળવાતું હોવાની વિગત મળતા વિષ્ણુભાઈએ તપાસ કરાવી હતી. જેમાં તેઓના મેતાજી રાજુભાઈ જગેટીયાએ કારખાનાનું એક ખાનગી બેંકમાં ખાતુ ખોલાવી તેમાં રૂપિયા પાંચેક કરોડનું જીએસટી રિફંડ મેળવ્યાનું જણાઈ આવ્યું હતું અને મેતાજીએ ખાનગી ફાયનાન્સ પેઢીમાંથી કારખાનાના નામે લોન પણ લીધાનું ખૂલ્યું હતું.
આથી વિષ્ણુભાઈએ મેતાજી રાજુભાઈ સામે ફરિયાદ નોંેંધાવી હતી. પોલીસે ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી અદાલતમાં રજૂ કર્યાે હતો. આ આરોપીએ જામીનમુક્ત થવા અરજી કરી અદાલત સમક્ષ જણાવ્યું હતું કે, મેતાજી ફરિયાદીના કારખાનામાં કામ કરતા હતા. તેથી આ કૌભાંડ તેમણે જ આચર્યું હોવાની શંકા છે જેનો રેકર્ડ પર પુરાવો હાલમાં આવ્યો નથી. અનુમાનિત આધારથી મેતાજીની ધરપકડ કરવામાં આવી છે. અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી આરોપીને જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યાે છે. આરોપી તરફથી વકીલ રાજેશ ગોસાઈ, વિશાલ જાની, એચ.આર. ગોહિલ, રજનીકાંત નાખવા, નિતેશ મુછડીયા રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial