Advertisement
Author: નોબત સમાચાર

કીચન ગાર્ડન બનાવવા રાહત દરે શાકભાજી બિયારણ-ખાતર વિતરણ

જામનગરની બાગાયત કચેરીમાં

જામનગર તા. ર૦: જામનગર જિલ્લાના દરેક નાગરિકો પોતાના કુટુંબની જરૂરિયાત પ્રમાણે તથા સ્વાસ્થ્યને હાનિકારક રસાયણ રહિત શાકભાજી નજર સામે જ ઉગાડી આખા વર્ષ દરમિયાન શાકભાજી મળી રહે તે માટે ઘર આંગણે ખેતી (કીચન ગાર્ડન) નું આયોજન કરી ઘરની આસપાસ ખુલ્લી જમીન, છત કે બાલ્કનીમાં વિવિધ પ્રકારના શાકભાજી જેવા કે ભીંડો, ટમેટા, મરચા, રીંગણા, વાલોળ, પાપડી, ચોળી, તુરીયા, ગલકા, કારેલા, દુધી, કાકડી, મેથી, ધાણા વિગેરેનું વાવેતર કરી શકે તે માટે નાયબ બાગાયત નિયામકની કચેરીના કેનિંગ અને કીચન ગાર્ડન વિભાગ દ્વારા રૂપિયા પ પ્રતિ પેકેટના ટોકન ભાવે શાકભાજી બિયારણના પેકેટ તથા સેન્ટ્રીય તથા ઓર્ગેનિક ખાતર રૂપિયા ૧૦ પ્રતિ પેકેટના ટોકન ભાવે વિતરણ કરવામાં આવે છે. રસ ધરાવતા નાગરિકોએ કેનિંગ અને કીચન ગાર્ડન વિભાગ, નાયબ બાગાયત નિયામકની કચેરી, જિલ્લા સેવા સદન-૪, પ્રથમ માળ, રૂમ નં. ૪૮, સુભાષ પુલ પાસે, જામનગર (ફોન નં. ૦ર૮૮) રપ૭૧પ૬પ) પર રૂબરૂ સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામકશ્રી, જામનગર દ્વારા જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh