Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલમાં નોંધાયેલા ગુન્હામાં સંડોવાયા પછી નાસી ગયેલા બેની કરાઈ અટકાયત

એલસીબીએ ધ્રોલ પાસેથી પકડી પાડ્યાઃ

જામનગર તા. ૨૦: ધ્રોલ પોલીસ સ્ટેશનમાં થોડા મહિના પહેલાં નોંધાયેલા એક ગુન્હામાં રાજકોટના બે શખ્સના નામ ખૂલ્યા હતા. ત્યારથી બંને આરોપી નાસતા ફરતા હતા. તેઓને એલસીબીએ ધ્રોલ પાસેથી પકડી પાડ્યા છે.

ધ્રોલના પોલીસ સ્ટેશનમાં થોડા સમય પહેલાં બીએનએસ કલમ ૧૮૯ (ર), ૧૯૧ (ર) (૩), ૧૯૦, ૧૧૫ (ર), ૧૧૮ (૧), ૧૧૭ (ર) હેઠળ ગુન્હો નોંધાયો હતો. જેમાં રાજકોટના ભવાનીનગરમાં રહેતા સંદીપસિંહ અમરસિંહ રાણા ઉર્ફે લક્કી તથા ઓમનગર પાસે પ્રજાપતિ સોસાયટીમાં રહેતા દિગ્વિજય દિલીપભાઈ ઝાલા ઉર્ફે દીગા નામના બે શખ્સના નામ ખૂલ્યા હતા.

ત્યારપછી આ શખ્સો નાસી ગયા હતા. બંને આરોપી ધ્રોલ પાસે કન્યા છાત્રાલય નજીક બસ સ્ટેન્ડ પાસે આવ્યા હોવાની બાતમી મળતા જામનગર એલસીબીનો સ્ટાફ પીઆઈ વી.એમ. લગારીયાની સૂચનાથી દોડી ગયો હતો. બંને આરોપીને પકડી લઈ એલસીબી એ ધ્રોલ પોલીસને તેનો કબજો સોંપ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh