Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના રાજીવનગરમાં રહેતા વૃદ્ધાનો અકળ કારણથી ગળાફાંસો

પુત્રનું પોલીસે નિવેદન નોંધ્યું:

જામનગર તા. ર૦: જામનગરના રાજીવનગરમાં વસવાટ કરતા એક વૃદ્ધાએ ગઈકાલે પોતાના ઘરમાં કોઈ અકળ કારણથી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી તેમના પુત્રનું નિવેદન નોંધ્યું છે.

જામનગરના એરફોર્સ રોડ પર આવેલા રાજીવનગરમાં રહેતા રાજુબેન મેઘજીભાઈ ભરાડીયા (ઉ.વ.૭૭) નામના વૃદ્ધા ગઈકાલે બપોરે પોતાના ઘરે હતા ત્યારે તેઓએ કોઈ અકળ કારણથી મરી જવાનો કઠોર નિર્ણય કરી પોતાના ઓરડાની છતમાં રહેલી આડીમાં ચુંદડી વડે ગાળીયો બનાવી ગળાફાંસો ખાધો હતો. આ બાબતની થોડીવાર પછી તેમના પરિવારને જાણ થતાં રાજુબેનને નીચે ઉતારી ચકાસવામાં આવ્યા હતા. જેમાં તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. સિટી સી ડિવિઝનના એએસઆઈ ડી.જે. જોષી દોડી ગયા હતા. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી મૃતક વૃદ્ધાના પુત્ર ભીખાભાઈ મેઘજીભાઈ ભરાડીયાનું નિવેદન નોંધ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh