Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાત હાઉસીંગ બોર્ડની જર્જરિત ઈમારતોની પાડતોડ હેઠળ આજે ઓપરેશન ડિમોલીશન હેઠળ
જામનગરમાં સાધના કોલોની હાઉસીંગ બોર્ડની જર્જરિત આવાસ યોજનામાં મકાનો તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેનો ભાગ હવે આજે એલ-૮૮ બ્લોકનું ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે. જામનગરની સાધના કોલોનીની વર્ષો જુની હાઉસીંગ બોર્ડની આવાસ યોજનાનાં મકાનો જર્જરિત હાલતમાં છે. અગાઉ અહિં મકાન તુટી પડતાં માનવ મૃત્યુ પણ થયું છે. આ પછી મહાનગર પાલિકાએ અહિંની આવાસ ખાલી કરાવવાની કામગીરી શરૂ કરી હતી. અને ખાલી મકાનો ડિમોલીશન કરવામાં આવી છે. અગાઉ ૨૦ જેટલા બ્લોક તોડી પાડવામાં આવ્યા હતાં જયારે આજે એલ-૮૮ નંબરના બ્લોક નં. ૧ર ફલેટ તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. હવે ૧૧ બ્લોક બાકી છે તેને આગામી સમયમાં તોડી પાડવામાં આવશે. તેમ જણાવાયું છે. આજની ડિમોલિશનની કામગીરી એસ્ટેટ શાખાનાં અધિકારી એન.આર. દીક્ષિત અને અનવર ગજજણની રાહબારી હેઠળ કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial